આનંદો! પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયા 2 પૈસાનો ઘટાડો

url– ડિઝલની કિંમતમાં 1 રૂપિયો 47 પૈસાનો વધારો

– સરકારે દિવસે બજેટમાં ઝાટકો આપ્યા બાદ રાતે આમ આદમીને રાહત આપી

નવી દિલ્હી, તા. 1 માર્ચ 2016

દિવસે રજુ કરવામાં આવેલા બજેટમાં આમ આદમીને ઝાટકો આપ્યા બાદ રાતના રાહત આપતા સમાચાર સામે આવ્યા હતા. સરકારે પેટ્રોલમાં ત્રણ રૂપિયાને બે પૈસાની છૂટ આપી છે તો ડીઝલની કિંમતમાં 1.47 રૂપિયાનો વધારે કરવામાં આવ્યો છે.

સોમવારે આવેલા વર્ષ 2016-17ના આમ બજેટ બાદ પેટ્રોલિયમની કિંમતોને લઇને પણ અટકળો ચાલી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડા બાદ સરકાર પર તેની કિંમતોમાં ઘટાડો કરવાને લઇને લાંબા સમયથી દબાણ બનેલું હતું.

પેટ્રોલની કિંમતમાં આ સતત સાતમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. વળી ડીઝલની કિંમતમાં 17 ફેબ્રુઆરી બાદથી આ સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 17 ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો-ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર પેટ્રોલની કિંમતમાં 32 પૈસા પ્રતિ લીટર ઘટાડવામાં આવ્યા જ્યારે ડીઝલ 28 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયુ હતુ.

Leave A Reply