સંસદના બંને સદનમાં ઈશરત જહા મુદ્દો ગરમાયો

urlઆજે શરૂ થયેલ સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધનો જુવાળ ઉઠ્યો હતો. જેને પગલે રાજ્યસભા દસ મિનિટ સુધી મોકૂફ પણ રાખવામાં આવી હતી. બંને સદનમાં ઈશરત જહા મુદ્દો ગરમાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બજેટના સેશન દરમિયાન બુધવારે સંસદ શરૂ થતાની સાથે જ તેમાં હંગામો થયો હતો. રાજ્યસભામાં કાર્તિ ચિદમ્બરમની સંપત્તિને લઈને વિવાદ ઉભો થયો હતો. ઈશરત જહા એન્કાઉન્ટર મામલે તે સમયે હોમ મિનિસ્ટ્રીમાં અંડર સેક્રેટરી રહેલા આરવીએસ મણીના ખુલાસા બાદ લોકસભામાં પણ આ મુદ્દો  ઉઠ્યો હતો. જેના પર પ્રશ્નકાળ બાદ ચર્ચા થશે.

રાજ્યસભામાં એઆઈએડીએમકેના સદસ્યોએ કાર્તિ ચિદમ્બરમ સામે મોરચો માંડ્યો હતો. તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચિદમ્બરમ તેમજ કાર્તિના મામલે હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આ મામલે મુખ્તર અબ્બાસ નકવીએ કહ્યું કે, અમે કાર્તિ ચિદમ્બર વિશે ચર્ચા કરવા તૈયાર થીએ. એઆઈએડીએમકેને નોટિસ આપવા માગે છે. આમ,

રાજ્યસભામાં ચિદમ્બરમ એઆઈએડીએમકેના નિશાના પર રહ્યા હતા. જ્યારે લોકસભામાં બીજેપી સાંસદ ઓમ બીરલાએ ઈશરત જહા મુદ્દે નોટિસ આપી હતી.

શું કહ્યું સોનિયા ગાંધીએ…
સોનિયા ગાંધીએ આજે ઈશરત જહા શૂટઆઉટ મુદ્દે પોતાનુ નિવેદન આપ્યું કે, અમારી પાર્ટી નિશાના પર છે. કારણે અમે તે સમયે સત્તા પર હતા. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે, ચિદમ્બરમે પોતાનો મત જાહેર કરી દીધો છે. અમે જ્યારથી ગર્વમેન્ટમાં હતા ત્યારથી જ ટાર્ગેટ પર મૂકાયા છે. આજે પાર્લામેન્ટ મીટિંગ પહેલા સોનિયા ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે, બીજેપીને હંમેશાથી જ કોંગ્રેસને નિશાન બનાવવાની આદત છે. આ મામલે પાર્ટી ચિદમ્બરમની સાથે છે અને તેમને સપોર્ટ આપશે.

ગડકરીએ શું કહ્યું…
કેન્દ્ર સરકારના માર્ગ અને નિર્માણ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તાજેતરમાં જે કાંઈ ખુલાસા થયા છે તેનાથી સ્પષ્ટ જણાય છે કે એક રીતે અમુક લોકોએ આતંકવાદીઓ તથા આતંકવાદી સંગઠનોને મદદ કરી હતી. દોષિતોને સજા થવી જોઈએ. કોંગ્રેસ અને તેમાં પણ ચિદમ્બરમે જે કાંઈ કર્યું તે દેશ-વિરોધી હતું.

જ્યારે કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના પ્રધાન વૈંકેયા નાયડુએ જણાવ્યું કે, – કેન્દ્રે દાખલ કરેલી એફિડેવિટને શા માટે બદલવામાં આવી ? તત્કાલીન વડાપ્રધાન તથા ગૃહપ્રધાને જવાબ આપવો ઘટે.

Leave A Reply