દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બનશે ગુજરાતી ફિલ્મના “સિંઘમ”

1456848551_mla_650_060913102058તા.૭ અને ૮ માર્ચ ના રોજ વડોદરાના પાણીગેટ,ન્યાયમંદિર અને સીટી વિસ્તારમાં કરશે શુટ

મધુ શ્રીવાસ્તવ ની ફિલ્મી કારકિર્દી ની આ બીજી ફિલ્મ હશે

વડોદરાના વાઘોડીયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાની ફિલ્મી કારકિર્દી ની બીજી ગુજરાતી ફિલ્મ કરવા જઈ રહ્યા છે જેમાં તેઓ પ્રમાણિક અને દબંગ પોલીસ અધિકારી નો રોલ કરનાર છે .

ગત સપ્તાહે જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા વડોદરા પોલીસ કમિશનર ને પત્ર લખી અને આગામી ૭ અને ૮ માર્ચ ના રોજ શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ અધિકારી નો યુનિફોર્મ પહેરી અને શુટિંગ કરવાની પરવાનગી માંગી છે જે ગુજરાતી ફિલ્મ નું શુટિંગ થઇ રહ્યું છે તેમાં ધારાસભ્ય એક પોલીસ અધિકારી ની ભૂમિકા માં જોવા મળશે

અભિનેતાઓ અનેકવાર નેતા બન્યા હશે -પણ નેતા પહેલી વાર અભિનેતા બન્યા

૨ વર્ષ અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા “ઠાકોરના કોલ જગમાં અનમોલ” નામની ગુજરાતી ફિલ્મ ના નિર્માતા બની લીડ રોલ ભજવ્યો હતો ,આ ફિલ્મ માં બાર (૧૨) ગામના ઠોકર તરીકે પ્રાંત ના એક મુખિયા નો રોલ કર્યો હતો જેમાં ભરપુર એક્શન સાથે આ ફિલ્મ  ગુજરાતના સિનેમાઘરો માં રીલીઝ થઇ હતી . આ ફિલ્મ ના કારણે ઘણી ચર્ચા  પણ થઇ હતી કે નેતાજી ને અભિનેતા બનવાનો શોખ જાગ્યો છે ,નહિ તો અત્યાર સુધી અનેક અભિનેતાઓ રાજકારણમાં આવી નેતા બની ગયા છે .

ગુજરતી ફિલ્મ ઉદ્યોગના પ્રોત્સાહનમાં ધારાસભ્ય પોતે જ જોડાઈ  ગયા

એક મહિના  અગાઉ રાજય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ને વેગ મળે તે માટે પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું .આ વાત થી પ્રેરાઈ અગાઉ એક ફિલ્મ બનાવી ચુકેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નવી ફિલ્મ બનાવવા નો નિર્ણય લીધો છે  તેઓની પહેલી ફિલ્મ ગ્રામ્ય જીવન સાથે જોડાયેલી હતી પણ હવે  મોડર્ન ફિલ્મો  ની સફળતાને જોઈ સીટી કલ્ચર સાથે જોડાયેલી ફિલ્મ તૈયાર કરવા જઈ  રહ્યા છે

Leave A Reply