પોલીયોની જેમ હવે કેન્સરની પણ રસી શોધાઈ

1457000794_kelly_145699306094_650x425_030316014859બ્રિટિશ મહિલા કેલી પોટર રસી લેનાર સૌથી પહેલી વ્યક્તિ બની

વૈજ્ઞાનિકોને હવે કેન્સરની રસી તૈયાર કરવામાં પણ સફળતા મળી છે.આજે એક બ્રિટિશ મહિલાને પહેલી વખત કેન્સરથી બચાવવા માટે રસી આપવામાં આવી હતી.આ રસી શોધનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે રસીના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે અને શરીરની અંદરના કેન્સરના ટ્યુમરનો ખાતમો કરવામાં મદદ મળે છે.

જે મહિલાને રસી અપાઈ છે તેનુ કેલી પોટર છે અને 35 વર્ષની આ મહિલાને સર્વાઈકલ કેન્સર છે.હાલમાં રસીની ટ્રાયલ ચાલી રહી છે.જેમાં કેલી પોટર સહીત 30 લોકોને પસંદ કરવામાં આવ્યા છે.આ ટ્રાયલ 2 વર્ષ સુધી ચાલશે.તેની સાથે સાથે કેન્સરના આ દર્દીઓનો કીમોથેરાપીથી પણ ઈલાજ ચાલુ રખાશે.

કેલીનુ કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ચુક્યુ છે.તેનુ પોતાનુ કહેવુ છે કે ટ્રાયલના કારણે તેને સારૃ લાગી રહ્યુ છે અને ટ્રાયલમાં પસંદગી થવાથી હું ખુશ છું.

Leave A Reply