PM મોદીએ લોન્ચ કર્યો ‘સેતુ ભારતમ પ્રોજેક્ટ’

1457070332_pm narendra modi launches setu bhartam project with transport minister nitin gadkari delhi– ગામડાના લોકોને હાઇવેની સાથે જોઇએ છીએ ‘આઇ-વે’

નવી દિલ્હી તા. 4 માર્ચ 2016

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ‘સેતુ ભારતમ પ્રોજેક્ટ’ લોન્ચ કર્યો છે. આ દરમિયાન તેમને કહ્યું કે દેશના વિકાસ માટે રસ્તાઓનો વિકાસ ખુબ જરૂરી છે અને સરકાર આ દિશામાં ઠોસ પગલા ઉઠાવી રહી છે.

તેમણે જણાવ્યું કે સેતુ ભારત પ્રોજેક્ટનું બજેટ 10,200 કરોડ છે અને સરકાર કામની સમીક્ષાઓ લેતા આગળ વધશે. તેમને કહ્યું કે આ યોજના અંતર્ગત આઝાદીથી પહેલા બનાવામાં આવેલા તમામ પુલો ફરીથી બનાવામાં આવશે.

તેમણે કહ્યું કે,’ગામના લોકો આજે પાવર રોડ ઇચ્છે છે. હાઇવે ઇચ્છે છે. પરંતુ હાઇવેની સાથે આઇ-વેની પણ જરૂર છે.’ રેલ્વેના વિકાસ પર ભાર મુકતા તેમણે કહ્યું કે પહેલા ફક્ત સાંસદોને ખુશ કરવા માટે રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હતા. ફક્ત તાળીઓના ગળગળાટથી સફળતા નહીં મળે, એના માટે ગ્રાઉન્ડ લેવલથી કામ કરવું પડશે.

તેમણે કહ્યું કે અમે સમસ્યાઓ જાણીએ છીએ અને મજબુતીની સાથે તેને ખત્મ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

Leave A Reply