કેરળની શાળામાં છોકરા-છોકરીએ એક મીટરનું અંદર રાખવું ફરજિયાત

1457178152_kerala-schoolસ્કૂલ મેનેજમેન્ટના આ નિર્ણય સામે પેરેન્ટ્સનો રોષ

સ્ત્રી સાક્ષરતાનો દર કેેરળમાં 92 ટકા છે છતાં છોકરા-છોકરી વચ્ચેની ભેદભાવ નીતિ

અમદાવાદ, તા. 5

કેરળમાં કોટ્ટાયમ જિલ્લામાં આવેલી પલ્લીકૂદમ શાળામાં થોડા સમય પહેલા એવી જાહેરાત કરી દેવાઈ છે કે છોકરા છોકરીએ એક બીજાથી એક મીટરનું અંદર જાળવવું. આ તઘલખી નિર્ણયથી પેરેન્ટ્સમાં રોષની લાગણી જોવા મળી છે.

આ શાળાને જિલ્લાની સૌથી શાળા પૈકીની એક માનવામાં આવે છે. એટલે સંખ્યાની દૃષ્ટિએ પણ ખુબ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે પણ શાળાના આ ફતવા પછી વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે તેનો વિરોધ નોંધાવ્યો હતો.

શાળાના કેમ્પસમાં એક પણ છોકરો છોકરી સાથે વાત કરી શકે નહીં કે બેસી શકે નહીં. જો એવું કરે તો શિક્ષાપાત્ર ઠરે છે. જાતિગત ભેદભાવની ટીકા છતાં શાળાએ તેના નિર્ણયમાં ફેરફાર કરવાનો ઈનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કેરળ સાક્ષરતાની બાબતમાં ભારતમાં પહેલા નંબરે છે. કેરળમાં 94 ટકા સાક્ષરતા છે અને તેમાં મહિલાઓની સાક્ષરતા 92 ટકા છે. આટલી ઊંચી સાક્ષરતા છતાં આવા નિર્ણયોના કારણે દેશભરના શિક્ષણ નિષ્ણાતોએ કેરળની એજ્યુકેશન સિસ્ટમની આકરી ટીકા કરી છે

 

Leave A Reply