પત્નીએ છોડી જતા પાયલોટે આપી પ્લેન ક્રેશ કરવાની ધમકી

1457440922_1255494largeપ્લેન 200 લીકો સવાર હતા

રોમ.

ઇટલીના એક પાયલોટે, પત્નીએ છોડી જતા વિમાન ક્રેશ કરવાની ધમકી આપી દીધી. આ મામલો હાલમાં જ બહાર આવ્યો છે પરંતુ કિસ્સો જાન્યુઆરી મહિનાનો છે. જાણકારી પ્રમાણે પ્લેન રોમ થી જાપાન જઈ રહ્યું. જોકે સમયસૂચકતા વાપરી પોલીસની મદદથી પાયલોટને પ્લેનમાં ચઢતા પહેલા જ ઉતારવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર પાયલોટની પત્નીએ જયારે તેને છોડવાની વાત કરી ત્યારે પાયલોટે સુસાઇડ કરવાની ધમકી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ તેની પત્ની વાત ન માનતા પાયલોટે કહ્યું ‘જો તું મને છોડીને જઈસ તો હું જે પ્લેન ઉડાડવા જઈ રહ્યો છુ તે ક્રેશ કરી દઈશ.’ તે સમયે પ્લેનમાં 200 જેટલા લોકો સવાર હતા.
પાયલોટની ધમકી વાળી વાતની જાણકારી તેની પત્નીએ તરતજ પોલીસ ને કરી દીધી હતી અને ત્યારબાદ પોલીસે તની ધરપકડ કરી હતી. પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેનો માનસીક ઈલાજ ચાલી રહ્યો છે.

Leave A Reply