ઈરાનના સૌથી ધનિક વ્યક્તિને મોતની સજા

Babak Zanjani, the chairman of Sorinet Group

Babak Zanjani, the chairman of Sorinet Group

ઈરાનના સૌથી ધનિક વ્યક્તિને ભ્રષ્ટાચાર આચરવા બદલ મોતની સજા ફટકારવામાં આવી છે.
અબજોપતિ બાબક જનતાની પર ૩ અબજ ડોલરના ગોટાળાનો આરોપ છે.૨૪ વર્ષીય બાબક ઈરાનનો સૌથી ધનિક વ્યક્તિ છે.તેને ૨૦૧૩માં પકડવામાં આવ્યો હતો.તેના પર પોતાની કંપનીઓ થકી ગેરકાયદેસર રીતે ક્રુડ ઓઈલ વેચવાનો આરોપ છે.
બાબકે જોકે આ આરોપોથી ઈન્કાર કર્યો છે.જ્યારે ઈરાનની કોર્ટે તેને છેતરપિંડી અને આર્થિક અપરાધ બદલ ગુનેગાર ગણીને મોતની સજા ફટકારી છે.અમેરિકા અને યુરોપિયન યુનિયને પણ ઈરાન પર જ્યારે પ્રતિબંધ મુકાયો હતો ત્યારે તેલ વેચવામાં ઈરાનની સહાયતા કરવા બદલ બ્લેકલિસ્ટ કર્યો હતો.
બાબક સીવાયના બે વ્યક્તિઓને પણ મોતની સજા અપાઈ છે અને તેમને ગોટાળાની રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે.
તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચાર સામે સખ્ત કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.તેમની જાહેરાત બાદ બાબકની ધરપકડ કરાઈ હતી.બાબક મોટાભાગે દુબઈમાં રહીને ૬૦ કંપનીઓનુ બનેલુ પોતાનુ નેટવર્ક સંભાળતો હતો.તેના એમ્પાયરમાં ઓઈલ ઉપરાંત કોસ્મેટિક તેમજ એરલાઈન્સ અને બેકિંગનો બીઝનેસ કરતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

Leave A Reply