સુરતથી ગુજ્જુ મહિલા બાઈકર્સની ટીમ વડોદરા આવી

1457437517_bikersમહિલા દિવસની ઉજવણીના કાયક્રમમાં સામેલ થઈ

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આજે વડોદરામાં ૧૫ જેટલી ગુજરાતી મહિલા બાઈકર્સની એન્ટ્રી થઈ હતી.રફ એન્ડ ટફ બાઈક્સ પર એક જ પ્રકારના પોશાકમાં સવાર ગુજ્જુ મહિલા બાઈકર્સે આકર્ષણ જમાવ્યુ હતુ.
વડોદરામાં આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે ઓળખ એનજીઓ દ્વારા એક કાર્યક્રમ મેડિકલ કોલેજના એનજીઓમાં યોજાયો હતો.જેમાં ભાગ લેવા માટે સુરતના સાઈકોલોજીસ્ટ અને બાઈકિંગ ક્વીન તરીકે ઓળખાતા સારિકા મહેતા અને વુમન બાઈકર્સ ક્લબના બીજા સભ્યો બાઈક સાથે સુરતથી વડોદરા આવ્યા હતા.
સારિકા મહેતાએ સ્થાપેલી વુમન બાઈકર્સ ક્લબમાં હવે મહિલા સભ્યોની સંખ્યા ૫૦ ઉપર પહોંચી ચુકી છે.જેમાં વડોદરાની ૫ મહિલા બાઈકર્સનો પણ સમાવેશ થાય છે.૩ વર્ષથી સારિકા મહેતા બાઈક ચલાવે છે અને મહિલાઓમાં બાઈકિંગના શોખને પ્રમોટ કરવાની સાથે સાથે રોડ સેફ્ટીનુ અભિયાન ચલાવે છે.આઈરોન બટ્ટ નામની શરત તેમણે સતત ૨૪ કલાક સુધી ૧૭૮૦ કીલોમીટર બાઈક ચલાવીને જીતી લીધી હતી.તે અને તેમના ગુ્રપના મહિલા સભ્યો દેશમાં વિવિધ સ્થળોનો બાઈક પર પ્રવાસ કરી ચુક્યા છે.
તેમનુ એક વાતચીતમાં કહેવુ હતુ કે ગુજરાતમાં બાઈક ચલાવનાર મહિલાઓની સંખ્યા અન્ય રાજ્યોના મુકાબલે ઓછી છે.સમાજમાં બાઈક ચલાવનાર મહિલાઓની એક નકારાત્મક છબી ઉપસતી હોય છે.આ પ્રકારની ઈમેજ મારે તોડવી હતી.બાઈક ચલાવનાર મોટાભાગે પુરુષો હોય છે.આ ઈજારો પણ મારે તોડવો હતો.
સારિકા મહેતા કહે છે કે મને મારા પતિએ મારો શોખ પુરો કરવા માટે પ્રોત્સાહન આપ્યુ છે.મારૃ મહિલાઓને કહેવુ છે કે તમે તમારા કલ્ચર અને પરિવારને સાચવવાની જવાબદારી સાથે લઈને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગો તો પરિવારનો સપોર્ટ મળશે.

Leave A Reply