એન્જિન ફેલ થયા બાદ એર ઇન્ડિયાના વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ

url– AIના વિમાનનું 3 મહિનાની અંદર છઠ્ઠી વખત ઇમર્જન્સી લેન્ડિંગ કરાવું પડ્યું

ભોપાલ, તા. 9 માર્ચ 2016

એર ઇન્ડિયાની ફ્લાઇટ 634નું એન્જિન ફેલ થવાના કારણે બુધવારની સવારે આ વિમાનનું ભોપાલના રાજાભોજ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું. આ વિમાન ભોપાલથી મુંબઇ માટે ટેકઓફ કર્યુ હતું પરંતુ વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો બાદ પક્ષી સાથે અથડાઇ ગયુ અને ત્યાર બાદ વિમાનમાં ટેક્નિકલ ખરાબીના ચાલતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

એરપોર્ટ અધિકારીઓએ ઘટનાને સમર્થન આપતા કહ્યું કે વિમાનના એન્જિન સાથે પક્ષી અથડાતા કેટલીક ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. હાલલ તમામ મુસાફરો સુરક્ષિત છે અને વિમાનની અંદર બેઠા છે. આ પહેલીવાર નથી કે આ રીતેથી વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં બે વખત આ પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવુ પડ્યું હતું. તે સમયે એક ગીધ પ્લેન સાથે અથડાયું હતું. ત્રણ મહિનાની અંદર આ છઠ્ઠી વખત છે જ્યારે આ રીતેથી ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. 7 જાન્યુઆરીના રોજ એર ઇન્ડિયાના વિમાનનું ટાયર ફાટી ગયું હતું.

Leave A Reply