વેરાવળમાં મોડીરાત્રે ભેદી ધડાકોઃ શહેર ભર ઉંઘમાંથી જાગ્યું

1457555542_rajkot– ધડાકો હાઇડ્રોજનનો બાટલો ફાટતા થયાનું અનુમાન

– ઇન્ડીયન રેયોન કંપનીમાં થયેલો ધડાકો હાઇડ્રોજનનો બાટલો ફાટતા થયાનું અનુમાન

વેરાવળ, તા. ૯
વેરાવળની ઇન્ડીયન રેયોન કંપનીમાં આજે મોડીરાત્રે જોરદાર ભેદી ધડાકો થતાં આખુ વેરાવળ શહેર ભર ઉંઘમાંથી જાગી ગયું હતું. તેમજ આ ભેદી ધડાકાનો અવાજ આસપાસના ગામડાઓમાં પણ સંભળાતા ગભરાટ ફેલાઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ રેયોન કંપનીના પાવર પ્લાન્ટમાં આજે મોડીરાત્રે બોમ્બ જેવો ભેદી ધડાકો થતાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ધડાકાને પગલે વેરાવળના લોકો ભર ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસની ત્રણ ગાડી અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે તે કહેવાય છે કે આસપાસના દસેક કિલોમીટર સુધી સંભળાયો હતો. જેને કારણે વેરાવળની આજુબાજુના ગામડાના લોકો પણ ગભરાઇ ગયા હતા. તિવ્ર બોમ્બ ધડાકા જેવા અવાજ બાદ સતત અવાજ આવતો હોય અને ધુમાડા નિકળતા હોય કંપનીની બહાર દરવાજા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ શું બનાવ બન્યો તેની માહિતી તંત્ર પાસે ન હોય લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આ ભેદી ધડાકા અંગે તંત્ર અને પોલીસે હાઇડ્રોજનનો બાટલો ફાટતા ધડાકો થયાનું પ્રાથમિક  તપાસ બાદ જણાવ્યું હતું.જો કે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave A Reply