ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: SCએ ગુજ.પોલીસ ઓફિસરો સામેનો કેસ રદ કરવાની PIL ફગાવી

News2_20160311112906070સુપ્રીમ કોર્ટમાં આજે ઈશરત જહાં એન્કાઉન્ટર મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી હાથ ધરાઈ. અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે કેસમાં ગુજરાતના જે અધિકારીઓ પર ફેક એન્કાઉન્ટરનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમની સામેનો કેસ પાછો ખેંચવામાં આવે અને તેમને પુરસ્કાર આપવામાં આવે.

આ પીઆઈએલમાં એવી માગણી પણ કરવામાં આવી હતી કે સોગંદનામું બદલવા બદલ તત્કાલિન ગૃહમંત્રી ચિદમ્બરમ અને ગૃહ સચિવ જી કે પિલ્લાઈ પર કોર્ટની અવગણનાનો કેસ ચલાવવામાં આવે. ઈશરત જહાંના એન્કાઉન્ટરમાં જે ગુજરાત પોલીસના અધિકારીઓ સામેલ હતા તેમની સામેનો કેસ રદ કરવાની માગણી કરાઈ હતી. અરજીમાં જણાવાયું હતું કે અમેરિકાના શિકાગોની જેલમાં બંધ આતંકવાદી ડેવિડ હેડલીની જુબાનીથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઈશરત જહાં લશ્કર એ તૈયબાની આતંકવાદી હતી.

આ પીઆઈએલ વકીલ મનોહરલાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જો કે અરજીમાં પી.ચિદમ્બરમ અને પિલ્લાઈના નામનો ઉલ્લેખ નથી પરંતુ સમગ્ર મામલો આ બે વ્યક્તિની આસપાસ જોડાયેલો છે. સમગ્ર વિવાદ પૂર્વ ગૃહ સચિવ જી કે પિલ્લાઈના નિવેદન બાદ ઊભો થયો છે. પિલ્લાઈએ તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે તત્કાલિન ગૃહમંત્રી પી ચિદમ્બરમના કહેવા પર ઈશરત સંલગ્ન સોગંદનામું બદલવામાં આવ્યું હતું.

Leave A Reply