સરકારની આંખ સામે ‘વ્હાઈટ કોલર આતંકવાદી’ વિદેશ ભાગી ગયો: શિવસેના

News2_20160311102057467દેશની લગભગ 17 બેંકોને આશરે 9000 કરોડનો ચૂનો લગાવ્યાં બાદ બિઝનસમેન વિજય માલ્યા પર હવે શિવસેનાએ નિશાન તાંક્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં વિજય માલ્યાના વિદેશ ભાગી જવા મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ તમામ પાર્ટીઓને આડે હાથ લેતા કહ્યું કે જે નેતાઓ અને અધિકારીઓએ વિજય માલ્યાનુ ખાધુ છે તેઓએ તેને દેશથી બહાર જવામાં મદદ કરી.

શિવસેનાએ સામનામાં એક લેખમાં લખ્યું છે કે વિજય માલ્યા દેશનો આર્થિક આતંકવાદી છે જેને કેન્દ્રએ વિદેશ ભાગી જવા દીધો. દેશના કાનૂનની પૂંગી વગાડીને ધર્માત્મા વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો. એમ પણ લખ્યું છે કે કેન્દ્ર સરકારે ખુબ ગર્વ અને અભિમાન સાથે માલ્યાની ભાગી જવાની જાણકારી સુપ્રીમ કોર્ટમાં આપી હતી. માલ્યાને લોન આપવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યુપીએના કાર્યકાળમાં અને બેંકોને ડુબાડીને ભાગી જવાનો કાર્યક્રમ એનડીએ સરકારના કાર્યકાળમાં થયો.

મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના દુખને દર્શાવીને શિવસેનાએ કહ્યું કે ખેડૂતો લોન ચૂકવણીથી પરેશાન થઈને આત્મહત્યા કરે છે. વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગતા નથી. અરે ભાગી પણ જાય તો પોલીસ તેમને ઢસડીને જેલમાં નાખી દેશે. વિજય માલ્યા અને લલિત મોદી જેવા લોકો માટે દેશમાં અલગ કાયદો છે. તમામ ક્ષેત્રોના લોકોએ વિજય માલ્યાની સેવા કરી, તેને લોન આપી, દેશમાંથી બહાર જવામાં મદદ પણ કરી.

Leave A Reply