વિજય માલ્યાએ કર્યુ ટ્વિટ, “હું ભાગેડુ નથી, આંતરરાષ્ટ્રીય કારોબારી છું”

News2_20160311084118257Z બેંકોને 9000 કરોડનો ચૂનો લગાવીને અચાનક જ દેશ છોડીને લંડન જતા રહેલા બિઝનસમેન વિજય માલ્યાએ શુક્રવારે સવારે પોતાનો બળાપો ટ્વિટર પર કાઢ્યો હતો. તેમણે નારાઝગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભાગેડુ નથી. તેઓ એક આંતરરાષ્ટ્રીય કારોબારી છે અને હંમેશા વિદેશયાત્રાઓ કરતા રહે છે.

માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે હું દેશ છોડીને ભાગ્યો નથી, હું ભાગેડુ નથી. હું આંતરરાષ્ટ્રીય કારોબારી છે. વિદેશ આવતો જતો રહું છું. તેમણે વધુમાં કહ્યું કે મીડિયામાં તેમને જબરદસ્તીથી ફ્રેમ કરવામાં આવી રહ્યાં છે. ટ્વિટ કરીને માલ્યાએ કહ્યું હું એક સાંસદ છું અને મને કાયદા પર ભરોસો છે. આપણી કાનૂન વ્યવસ્થા મજબૂત છે અને હું તેનું સન્માન કરું છું.

અત્રે જણાવવાનું કે વિજય માલ્યાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત 17 બેંકોના લગભગ 9000 કરોડ રૂપિયા લોન તરીકે લીધા છે. કિંગફિશર એરલાઈન્સ ફડચામાં ગયા બાદથી તેઓ લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં છે. બેંકોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે. જો કે જાણકારી મળ્યા મુજબ માલ્યા બીજી માર્ચના રોજ જ દેશ છોડીને જઈ ચૂક્યા છે.

Leave A Reply