બજેટ સત્ર બાદ જાહેર થશે સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી ફાઇલો

1457763591_Next set of Netaji Subhas Chandra Bose files to be releas after budget session– બીજા તબક્કામાં 25 ફાઇલો સાર્વજનિક કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2016

નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી 25 ગુપ્ત ફાઇલો સાંસદના ચાલુ બજેટ સત્ર પુરૂ થયા બાદ સાર્વજનિક કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ શુક્રવારે ઇન્ડિયા નેશનલ આર્કાઈવ્સના 125માં સ્થાપના દિવસે આયેજીત કાર્યક્રમમાં આ માહિતી આપી. શર્માએ જણાવ્યું કે નેતાજીના જીવનને લઇ લોકોમાં ખુબ ઉત્સુક્તા છે. સરકાર તેનું મહત્વ સમજે છે.

સંસદનું ચાલુ બજેટ સત્ર 12 મેના રોજ પુરૂ થશે. ઇન્ડિયા નેશનલ આર્કાઈવ્સના 125માં સ્થાપના દિવસ કાર્યક્રમથી ઉપરાંત પત્રકારોને કહ્યું કે નેતાજીના જીવન અંગે લોકોમાં ખુબ ઉત્સુકતા છે. અમે નેતાજી સાથે સંકળાયેલી 25 ગુપ્ત ફાઇલોને સાર્વજનિક કરવા માટે તૈયાર છીએ. તેને સંસદના ચાલુ બજેટ સત્ર બાદ જાહેર કરવામાં આવશે.

ઇન્ડિયા નેશનલ આર્કાઈવ્સના ડેપ્યુટી ડાયરેકટર સંજય ગર્ગે જણાવ્યું કે આર્કાઇવ્ઝને સંસ્કૃતિ મંત્રાલાય પાસેથી નેતાજી સંબંધિત 25 ફાઇલોના બીજા તબક્કામાં મળી ગઇ છે. આ તમામ દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.

જાન્યુઆરીમાં 16,600 પેજાની ઐતિહાસિક દસ્તાવેજોવાળી ફાઇલો જાહેર કરવામાં આવી હતી. તેમાં નેતાજી સાથે જોડાયેલી બ્રિટેશ રાજના સમયથી 2007 સુધીના દસ્તાવેજ મળ્યા હતા. નેશનલ આર્કાઈવ્સએ નેતાજી સાથે જોડાયેલી તમામ ફાઇલો સાર્વજનિક કરવા માટે એક ખાસ સમર્પિત વેબસાઇટ પણ શરૂ કરી છે.

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીના પરિવારજનો સાથેમુલાકાત કરી હતી અને નેતાજી સંબંધિત તમામ ફાઇલોને સાર્વજનિક કરવાની જાહેરાત કરી હતી. 70 વર્ષ પહેલા નેતાજી લાપતા થયા બાદથી અત્યાર સુધી એક રહસ્ય બન્યું હતું.

 

Leave A Reply