ગુલામનબી આઝાદના નિવેદન પર રાજ્યસભામાં હોબાળો, RSS પર કરી સ્પષ્ટતા

News2_20160314114223129આજે રાજ્યસભામાં સત્તારૂઢ ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નિવેદન પર કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઈએ. હોબાળો મચ્યા બાદ ગુલામ નબી આઝાદે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેમના નિવેદનને મિડિયાએ તોડી મરોડીને રજૂ કર્યું છે. તેમણે રાજ્યસભામાં જમીયત મંચ પર અપાયેલા તેમના ભાષણની સીડી પણ રજુ કરી હતી અને કહ્યું કે વિપક્ષના આરોપો સાચા નથી.

ગુલામ નબી આઝાદે આરએસએસની સરખામણી ક્રુર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ કરવા અંગેના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મારા ભાષણની સીડી છે. જો તેમાં કશું પણ ખોટું જણાય તો મારા વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી શકાય છે. આઝાદના નિવેદન પર નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે મને લાગે છે કે તેમના નિવેદનથી જાણે અજાણ્યે ઈસ્લામિક સ્ટેટને પ્રતિષ્ઠા અપાઈ જેનાથી તેમણે બચવું જોઈતું હતું.

આ અગાઉ કેટલાક માધ્યમોના અહેવાલોમાં જણાવાયું હતું કે મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિન્દ તરફથી આયોજિત રાષ્ટ્રીય એક્તા સંમેલનમાં આઝાદના ભાષણના હવાલે કહેવાયું હતું કે અમે મુસલમાનો વચ્ચે પણ એવા લોકોને જોઈએ છીએ જે મુસ્લિમો દેશોની તબાહીનું કારણ બની ગયા છે. આ પાછળ કેટલીક તાકાતો છે પરંતુ આપણે એ સમજવાની જરૂર છે કે મુસ્લિમો શાં માટે તેમાં સામેલ થઈ રહ્યાં છે અને ફસતા જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આથી અમે ઈસ્લામિક સ્ટેટ જેવા સંગઠનોનો એ જ રીતે વિરોધ કરીએ છીએ જેમ આરએસએસનો વિરોધ કરીએ છીએ. જો ઈસ્લામમાં એવા લોકો હોઈ શકે જે ખોટી વસ્તુઓ કરે છે તો તેઓ આરએસએસથી કોઈ પણ રીતે કમ નથી.

Leave A Reply