Tuesday, December 10

ગાંધીનગર: ગૌભક્તની આત્મહત્યા મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષે કર્યુ વોકઆઉટ

News17_20160318120736018રાજકોટમાં ગુરુવારે  આઠ જેટલા ગૌભક્તોએ ઝેર પીધુ હતું જેમાંથી એકનું મોત થયું હતું. આ મામલે આજે વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો હતો તથા વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું.

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે “કલેક્ટર કચેરી બહાર ગૌભક્તોનું ઝેર પીવું એ ગંભીર ઘટના છે.” આજે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષને તક ન અપાતા હોબાળો થયો હતો. વાઘેલાએ આ મુદ્દે કહ્યું કે “ગૃહમાં સરકારે ચર્ચાની તક આપવી જોઈએ. ગૃહમાં ચર્ચાથી આવા બનાવો અટકાવી શકાય છે.” જો કે અધ્યક્ષે આ મુદ્દે કહ્યું હતું કે ઝીરો અવર્સની પ્રથા ગુજરાતમાં અમલી નથી. આ પ્રકારના મુદ્દા ઉઠાવવા માટે સરકારની મંજૂરી જરૂરી હોય છે. આમ અધ્યક્ષ દ્વારા વિપક્ષનો મુદ્દો ગ્રાહ રાખવામાં આવ્યો નહતો.

આમ ગૌભક્તોની હત્યાના પ્રશ્ને ગૃહમાં ચર્ચાની તક ન મળવાથી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું.

Leave A Reply