Saturday, December 14

માત્ર દલિતોના ‘મસીહા’ નહીં પરંતુ દરેક પીડિતનો અવાજ હતાં આંબેડકર: PM મોદી

News2_20160321114016991વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ડો. બાબાસાહેબ આંબેડકર નેશનલ મેમોરિયલનો શિલાન્યાસ કર્યો. આ અવસરે આંબેડકર મેમોરિયલ લેક્ચર કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે બાબાસાહેબના મેમોરિયલ માટે 60 વર્ષ સુધી રાહ જોવી પડી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ માત્ર દલિતોના મસીહા નહતાં પરંતુ દરેક પીડિતનો અવાજ હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે આપણે બાબાસાહેબ આંબેડકરના મેમોરિયલ માટે 60 વર્ષ રાહ જોવી પડી કદાચ તે મારા નસીબમાં લખ્યું હશે. વાજપઈજીએ આ મેમોરિયલની પહેલ કરી પરંતુ ત્યારબાદ જેમની સરકાર આવી તેમના દિલમાં આંબેડકર ન રહ્યાં. તેમણે એમ પણ કહ્યું કે 14મી એપ્રિલ 2018ના રોજ આ સ્મારકનું ઉદ્ઘાટન કરવા પણ આવીશ.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે બાબાસાહેબને માત્ર દલિતોના મસીહા કહીને તેમને મર્યાદિત ન કરવા જોઈએ. તેમને ભારતની સીમાઓમાં બાંધવા યોગ્ય નથી. તેઓ દરેક સમાજના નેતા હતા. તેઓ દરેક પીડિતનો અવાજ હતા. રાજનૈતિક એકિકરણનું જે કામ સરદાર પટેલે કર્યું હતું તે જ રીતે બાબાસાહેબે સામાજિક એક્તાનું એકિકરણ કર્યુ હતું. તેમણે બાબાસાહેબની સરખામણી માર્ટિન લૂથર કિંગ અને નેલ્સન મંડેલા સાથે કરી હતી. તેમણે કહ્યું કે દેશના લેબર કાયદા પર સૌથી વધુ કોઈએ જો વિચાર્યુ હોય અને કામ કર્યુ હોય તો તે બાબાસાહેબ આંબેડકર હતાં.

અનામત મુદ્દે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે અનેકવાર સત્તામાં આવવાની તક મળી, પરંતુ ક્યારેય દલિતો અને શોષિતોની અનામત પર આંચ આવવા દીધી નથી. જે વાતથી દેશ આગળ વધે તે જ અમારી પ્રાથમિકતા છે. સમાજને ભ્રમિત કરવામાં આવી રહ્યો છે. ભાજપે ક્યારેય અનામતને આંચ આવવા દીધી નથી પરંતુ આમ છતાં લોકો ખોટો પ્રચાર કરે છે. બાજપઈજીની સરકાર હતી ત્યારે પણ કહેવાતું હતું કે અનામત ખતમ થઈ જશે, પરંતુ બે વાર સત્તામાં આવવા છતાં કઈ થયું નથી.

બાબાસાહેબ આંબેડકરે રાજીનામું કેમ આપ્યું હતું કે મુદ્દે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે મહિલાઓના હક માટે થઈને બાબાસાહેબ આંબેડકરે તત્કાલિન સરકારમાંથી રાજીનામું આપી દીધુ હતું. હિંદુકોર્ટ બિલનું કામ બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું હતું, તે વખતે શરૂઆતમાં શાસકના મુખ્યા તેમાં સહકાર આપી રહ્યા હતાં પરંતુ હિન્દુ કોર્ટ બિલને સંસદમાં લઈ જવાનો વારો આવ્યો જેમાં મહિલાઓના અધિકાર વિશે વાત હતી. તેમાં માત્ર દલિતોની વાત નહતી, તે ટાટા, બિરલા જેવા પરિવારો માટે પણ હતી અને દલિતો માટે પણ હતી. બાબાસાહેબને લાગ્યું કે ભારતની મહિલાઓને હક નથી મળતા તો તે સરકારનો બાબાસાહેબ હિસ્સો ન બની શકે અને તેમણે સરકારમાંથી રાજીનામું આપી દીધુ હતું.

Leave A Reply