Saturday, December 14

બાળપણથી ભારત અને ભારતીયો માટે ખુબ નફરત હતી: આતંકી હેડલી

News2_2016032509515110326મી નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં અમેરિકાની જેલમાં બંધ આતંકી ડેવિડ હેડલીનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્રોસ એક્ઝામિનેશન ચાલી રહ્યું છે. હેડલીએ તેની જુબાનીમાં અનેક મોટા  ખુલાસાઓ કર્યા છે. આજે તેણે કહ્યું કે બાળપણથી જ તેને ભારત અને ભારતીયો માટે ખુબ નફરત હતી. કારણ કે ભારતીય વિમાનોએ 1971માં તેની શાળા પર બોમ્બની વર્ષા કરી હતી અને તેમાં અનેક લોકો માર્યા ગયા હતાં.

હેડલીએ આજે વધુમાં જણાવ્યું કે શિવસેના માટે અમેરિકામાં ફંડ એકત્ર કરવા માટે તે એક કાર્યક્રમનું આયોજન કરવા માંગતો હતો. જેમાં બાળસાહેબ ઠાકરેને પણ આમંત્રણ આપવા માંગતો હતો. આ માટે તે રાજારામ રેગેના સંપર્કમાં પણ હતો. રેગેએ જોકે તેને જણાવ્યું હતું કે બાળાસાહેબ વૃદ્ધ થઈ ગયા છે અને સ્વસ્થ પણ નથી. ત્યારબાદ શિવસેનાના અન્ય નેતાઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા માંગતો હતો.

હેડલીએ જો કે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ક્યારેય એ વાતનો ખુલાસો નહીં કરે કે તે હાલ ક્યાં છે અને કઈ જેલમાં છે અને તેને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે. પોતાની શાળા પર ભારતીય વિમાનોએ કરેલા હુમલાનો બદલો લેવા માટે તે લશ્કરમાં સામેલ થયો હતો. તેણે કહ્યું કે 7મી ડિસેમ્બર 1971થી તે ભારતને નફરત કરતો હતો. ભારતીય વિમાનોના હુમલામાં ત્યાં કામ કરનારા અનેક લોકો માર્યા ગયા હતા. બાળપણથી ભારત માટે ખુબ નફરત હતી.

Leave A Reply