ISIS આજે ભારતીય પાદરીની કરી શકે છે હત્યા

News5_20160325102552388ભારતીય મૂળના પાદરીની ખતરનાક આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ) દ્વારા અપહરણ કરાયા બાદ હવે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે પાદરીની આજે ગુડ ફ્રાઈડેના દિવસે આઈએસ દ્વારા હત્યા થઈ શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ચોથી માર્ચના રોજ આઈએસઆઈએસના હુમલા બાદ પાદરી ટોમ યૂને યમનના એક રિટાયર્ડહોમથી કિડનેપ કરી લેવામાં આવ્યાં હતાં. આ હુમલાખોરોએ રિટાયરમેન્ટ હોમ પર હુમલો કરીને 4 નન સહિત 16 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. એક અહેવાલ મુજબ આ હોમ મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવે છે. હુમલા બાદ ફાધર ટોમનો કોઈ અત્તોપત્તો નહતો. કેટલીક સિસ્ટર્સે પોતાના ફેસબુક પેજ પર રવિવારે એક મેસેજ અપલોડ કર્યો હતો કે ટોમને ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે ગુડ ફ્રાઈડેના દિવસે તેમની હત્યા થઈ શકે છે.

જો કે આ હુમલાની અત્યાર સુધી કોઈએ જવાબદારી લીધી નથી. યમનના અધિકારીઓનું કહેવું છે કે હુમલો આઈએસઆઈએસ દ્વારા કરાયો હતો. જો કે વિસ્તારમાં અલકાયદાનું પણ અસ્તિત્વ છે. હુમલા દરમિયાન ઘર પર હાજર એક નને બનાવનું વર્ણન કરતા લખ્યું છે કે પાંચ ઈસાઈ યુવકો દોડતા દોડતા આવ્યાં હતાં અને સિસ્ટર્સને આઈએસના હુમલા અંગે માહિતી આપી હતી.

ઈસાઈ સમુદાયની એક વેબસાઈટમાં છપાયેલા વર્ણનમાં રિટાયર્ડ હોમમાં અનેક લોકોની હત્યા અને ટોમના અપહરણ અંગે પણ જણાવાયું છે. તેમાં લખ્યું છે કે પાડોશીઓએ હુમલાખોરોને ફાધરને પોતાની કારમાં લઈ જતા જોયા હતા. જો કે ફાધરને તેઓ ક્યાં લઈ ગયા તેની તેમને ખબર ન પડી.

Leave A Reply