જાટો જીત્યા, કોઈ જ ચર્ચા વગર હરિયાણા વિધાનસભામાં અનામત બિલ પાસ

News2_20160329121604277હરિયાણા વિધાનસભામાં આજે કોઈ જ પ્રકારની ચર્ચા વગર સર્વસંમતિથી જાટ અનામત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ સદનમાં હરિયાણા પછાત આયોગ બિલ પણ આ જ રીતે પાસ થઈ ગયું.

જાટોને અનામત આપવા માટે સોમવારે હરિયાણા કેબિનેટમાં આ બિલને આ જ રીતે તાબડતોબ પાસ કરી દેવામાં આવ્યું હતું. આ માટે પછાત વર્ગમાં નવી કેટેગરી (બીસી-સી) બનાવવામાં આવી છે. જાટ અનામત બિલ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પાસ થવા બાબતે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે સરકારે પોતાનો વાયદો પૂરો કર્યો છે.

અત્રે જણાવવાનું કે ઓબીસી કોટા હેઠળ અનામતની માંગણીને લઈને ફેબ્રુઆરીમાં જાટોએ હરિયાણામાં ઉગ્ર આંદોલન કર્યુ હતું. 9 દિવસ સુધી ચાલેલા આ આંદોલને હિંસક રૂપ લઈ લેતા 30 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આંદોલનમાં કરોડો રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું.

Leave A Reply