Saturday, December 14

ઈજિપ્ત એરનું વિમાન હાઈજેક, ફ્લાઈટમાં 60 મુસાફરો સવાર

News5_20160329123218879અલેક્ઝેન્ડ્રિયાથી કાહિરા જઈ રહેલું ઈજિપ્ત એરનું વિમાન MS181 હાઈજેક કરી લેવાયું છે. મિસ્ત્રની સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાઈજેક કર્યા બાદ વિમાનને સાઈપ્રસના લરનાકા એરપોર્ટ પર લેન્ડ કરાવાયું છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં મુજબ વિમાનમાં 81 મુસાફરો સવાર છે. સાઈપ્રસના અધિકારીઓના જણાવ્યાં મુજબ વિમાનમાં એક હથિયારધારી હોવાની આશંકા છે. અપહરણકારોએ કયા હેતુથી આ વિમાન હાઈજેક કર્યુ છે તે માલુમ પડ્યું નથી. લારનાકા એરપોર્ટથી વિમાનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. આ વિમાન મિસ્ત્રની રાજધાની કાહિરામાં લેન્ડ થવાનું હતું. પરંતુ હાલ સાઈપ્રસના લારનાકામાં લેન્ડ કરાયું છે.

Leave A Reply