Tuesday, September 17

J&K: મહેબૂબા મુફ્તીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

News2_20160404114518502પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તીએ આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે જ તેઓએ રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પણ મેળવ્યું છે. મહેબૂબા રાજ્યના 13માં મુખ્યમંત્રી બન્યાં છે. ભાજપના ડો.નિર્મલ સિંહે પણ શપથ લીધા,

મહેબૂબા મુફ્તીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. મુફ્તી મોહમ્મદ સઈદની સરકારમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી પદે રહી ચૂકેલા નિર્મલ સિંહને પણ રાજ્યપાલ એન એન વોહરાએ  પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ફરથી રાજ્યના ઉપમુખ્યમંત્રી બનશે. મહેબૂબા તેમની સરકારમાં અલ્તાફ બુખારીની જગ્યાએ સૈયદ ફારુક અંદ્રાબીને સામેલ કરશે.

અત્રે જણાવવાનું કે પીડીપી-ભાજપના ગઠબંધન પાસે રાજ્યની 87 બેઠકોમાંથી 56 બેઠકોના ધારાસભ્યોનું સમર્થન છે. પીડીપીએ રાજ્યમાં 27 જ્યારે ભાજપે 25 બેઠકો મેળવી હતી. સરકારને સજ્જાદ ગની લોનની પાર્ટી પીપલ્સ કોન્ફરન્સની 2 અને અન્ય બે અપક્ષોનું સમર્થન મળ્યું છે.

Leave A Reply