Tuesday, September 17

દુષ્કાળમાં બેદરકારી બદલ SCએ ઝાટકી ગુજરાત સરકારને

News11_20160407182233807સુપ્રીમ કોર્ટે ભારે દુષ્કાળનો સામનો કરી રહેલા 10 રાજ્યોની ઝાટકણી કાઢી છે.  સુપ્રીમ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી છે કે આ રાજ્યોની સરકારોએ તેમજ કેન્દ્રએ ગ્રામ્ય વિસ્તારને ભારે અસર પહોંચાડતી આ સમસ્યાની સદંતર અવગણના કરી છે. એપેક્સ કોર્ટે રાજ્યના લોકો પાણીની ભારે તંગીની સામનો કરી રહેલા લોકોની સમસ્યા સામે આંખ આડા કાન કરવા માટે ગુજરાત અને હરિયાણા સરકારને કડક શબ્દોમાં વખોડી નાખી છે.  આ સાથે જ કોર્ટે ગુજરાત સરકારને દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે તાત્કાલિક રાહત પેકેજ રિલીઝ કરવાની સૂચના આપી છે.

કોર્ટે ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીના આયોજનના સંદર્ભમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ‘શૂં ચૂંટણી હશે તો બધા કામ અટકી જશે? ઇલેક્શનને કારણે બધી વસ્તુઓ પડતી ન મૂકી શકાય. લોકો મરી રહ્યા છે ત્યારે સરકાર કઈ રીતે બેદરકાર બની શકે? રાજ્યમાં દુષ્કાળ પડશે એવી સ્થિતિ સપ્ટેમ્બર મહિનામાં જ સ્પષ્ટ થઈ ગઈ હતી પણ આમ છતાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિને જાહેર કરવા માટે 1 એપ્રિલ સુધી શું કામ રાહ જોવામાં આવી?’

સુપ્રીમ કોર્ટેની બેન્ચે હરિયાણાની બીજેપી સરકાર સામે પણ લાલ આંખ કરતા કહ્યું કે ‘આ દુષ્કાળ જેવી મોટી સમસ્યા તમારા માટે માત્ર આટલી જ મહત્વની છે? આપણે પાણી ન હોવાના કારણે મરી રહેલા લોકોની વાત કરી રહ્યા છે, પર્યટકોની નહીં. મહેરબાની કરીને કંઈક કરો. આ કોઈ પિકનિક નથી.’

Leave A Reply