Tuesday, September 17

IPLની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે જ રમાશે : હાઇકોર્ટ

News6_20160407181549713દુકાળગ્રસ્ત મહારાષ્ટ્રમાં IPL મેચોના આયોજન પર બોમ્બે હાઇકોર્ટે કડક પગલાં ભર્યા છે. કોર્ટે મુંબઇ ક્રિકેટ બોડીને પૂછયું કે, એક તરફ લોકો દુકાળના કારણે મરી રહ્યા છે ત્યારે તેમને સ્ટેડિયમ-મેદાનોની જાળવણીની વધારે પડી છે. જો કે કોર્ટે પોતાની સુનાવણીમાં ખુલાસો કર્યો કે આઇપીએલની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર જ શનિવારે 9 એપ્રિલના અગાઉથી નક્કી કરેલા સમય પર જ રમાશે. કોર્ટે કહ્યું કે, મુંબઇમાં પહેલી મેચનું આયોજન રદ્દ કરવા માટેની અરજી ઘણી મોડેથી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે આ મામલે વધુ સુનાવણી 12 એપ્રિલના કરશે.

અત્રે નોંધનીય છે કે હાઇકોર્ટે અગાઉ મુંબઇમાં મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની ટીકા કરી હતી. કોર્ટે કહ્યું કે, મેચનું આયોજન ત્યાં કરો જયાં પાણી વધારે છે. હાઇકોર્ટે સાથે જ કહ્યું હતું કે, બીસીસીઆઇ માટે આઇપીએલ મહત્વનું છે કે પાણી? જો કે મંગળવારે આઇપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લાએ દુકાળ અને પાણીની અછતના કારણે આઇપીએલ મેચનું આયોજન મહારાષ્ટ્રની બહાર સ્થાનાંતરિત કરવા માટે સંભવના નકારી હતી. આગામી સત્રમાં રાજ્યમાં મુંબઇ, પુણે અને નાગપુરમાં આઇપીએલ મેચોનું આયોજન થશે.

હાલમાં વીવો દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, જયાં સુધી દુકાળ, પાણીનો સવાલ છે અમે મહારાષ્ટ્રના ખેડૂતોની સાથે છીએ. અમે તમામ જરૂરી મદદ કરવા માટે તૈયારી છીએ.

Leave A Reply