Tuesday, September 17

અરુણ જેટલી માનહાનિ કેસ: કેજરીવાલ સહિત 6 AAP નેતાઓના જામીન મંજૂર

News2_20160407170606478નાણામંત્રી અરુણ જેટલીએ અપરાધિક માનહાનિ મામલે પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી સહિત છ લોકોને 20 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કરી દીધા છે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી માટે 19મી મેની તારિખ જણાવી છે.

અત્રે જણાવવાનું કે નાણામંત્રી અરુણ જેટલીએ કેજરીવાલ સહિત છ આપ નેતાઓ પર તેમનું નામ કથિત ડીડીસીએ કૌભાંડમાં ઉછાળવા બદલ અપરાધિક માનહાનિનો કેસ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કર્યો હતો.

આજે પેશી માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ, સંજય સિંહ અને  દિલિપ પાંડે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યા હતાં. કોર્ટ પરિસર બહાર ભેગા થયેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરોએ જોરદાર નારેબાજી કરી હતી.

Leave A Reply