Monday, December 9

LIVE: IPL-9ની ઓપનિંગ સેરેમનીનો ભવ્ય પ્રારંભ, કેટ અને DJ બ્રાવોએ મચાવી ધૂમ

News6_20160408205103842વર્લ્ડ ટી20ના પછી ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી આઈપીએલ સિઝન-9નો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. મુંબઈના NSCI-ડોમમાં આઈપીએલ-9ની ઓપનિંગ સેરેમનીનો રંગારંગ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. વિવિધ અભિનેત્રીઓ અને અભિનેતાઓ પોતાના પર્ફોમન્સ આપવાના છે. અત્યારે અલગ અલગ ડાન્સગ્રૂપ પોતાના પરફોર્મન્સ કરી રહ્યા છે.

ઓપનિંગ સેરેમનીમાં સૌથી વધારે આકર્ષણ ડરેન બ્રાવોના ડાન્સ ફરફોર્મન્સ રહેશે. આ ઓપનિંગ સેરેમનીમાં કેટરીના અને કૌફ રણવીર સિંહ પણ પોતાનું પર્ફોમન્સ આપવાના છે. અત્યાર સુધીમાં સ્ટાર હૃતિક રોશન અને જેક્વેલિન ફર્નાન્ડિઝે પોતાના પરફોર્મન્સ આપીને દર્શકોને મંત્રમૃગ્ઘ કર્યા હતા. હવે સ્ટેજ ઉપર પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી આઈપીએલ-9ની તમામ ટીમના કેપ્ટન્સને સ્ટેજ ઉપર આમંત્રણ આપી રહ્યા છે.

ઓપનિંગ સેરેમનીની હાઇલાઇટ્સ

  • યો યો હની સિંઘે. પોતાના ગીતો પર લોકો લાગ્યા નાચવા
  • કેટ પછી ડીજે બ્રાવોએનો ચેમ્પિયન અને ચલો ચલો સોંગ ઉપર પરફોર્મન્સ કરી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો
  • કેટરિના કૈફે પણ પોતાની આગવી અદાઓથી દર્શકોને કર્યા ઘાયલ
  • આઈપીએલના દરેક ટીમના કેપ્ટનને લેવડાવ્યા સોંગધ
  • આઈપીએલના સીઈઓએ પોતાનું નિવેદન
  • રવિ શાસ્ત્રીએ દરેક ટીમના ખેલાડીઓને સ્ટેજ ઉપર બોલાવ્યા

Leave A Reply