Sunday, January 19

”દુનિયાનો કોઈ નેતા મારી સાથે હાથ મેળવે, તો તેને સવાસો કરોડ હિન્દુસ્તાની દેખાય છે”

News2_20160408195450141દુનિયાના કોઈ પણ નેતા હોય, જો તે મોદી સાથે હાથ મેળવે છે તો તેને સવાસો કરોડ હિન્દુસ્તાની દેખાય છે. દુનિયામાં ભારતની જય જયકાર મોદીને કારણે નથી, પરંતુ સવાસો કરોડ હિન્દુસ્તાનીઓને કારણે થઈ રહી છે. આ નિવેદન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં યોજાયેલ સભામાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, ગત સીટથી ડ્રાઈવિંગ કરવા અને રિમોટ કન્ટ્રોલથી ચાલવાને કારણે દેશને નુકશાન થયું છે અને આસામમાં લોકોએ રાજ્યમાં કોઈ અસ્થિર સરકારથી બચવુ જોઈએ.

મોદીએ ઈલેક્શન સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગત સીટના ડ્રાઈવિંગને ચલતે દેશે નુકશાન ઉઠાવ્યું છે. તેમણે લોકેને કહ્યું કે, તેઓ કોઈના હાથમાં રિમોટ કન્ટ્રોલ ન આપે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, તે ત્રિશંકુ વિધાનસભાનો ફાયદો ઉઠાવશે અને દાવા કરી રહ્યા છે કે તેઓ કામકાજ ચલાવશે. પરંતુ શું તેમને પરમિશન આપવી જોઈએ. આસામમાં ગત સીટની આ ડ્રાઈવિંગને પગલે બરબાદ કરવાની પરમિશન આપી શકાય છે. તેથી કોઈના હાથમાં રિમોટ કન્ટોલ ન આપો.

ભાજપાએ વારંવાર આરોપ મૂક્યો છે કે, મનમોહન સિંહની સરકારને રિમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવી છે. અને તમામ મહત્ત્વના નિર્ણય સોનિયા ગાંધી જ કરતા હતા. મોદીએ ગોગોઈ પર આરોપ લગાવ્યા કે, તેઓ પોતાના પુત્રને આગળ વધારવા માગે છે. પરંતુ અમે આસામના યુવકયુવતીઓને લઈને ચિંતામાં છીએ, ન કે કેટલાક સિલેક્ટેડ લોકોના સંતાનો વિશે. વડાપ્રધાને કહ્યું કે, સૂખા પર પરમનન્ટ સોલ્યુશન પર કામ કરી રહ્યું છે કેન્દ્ર. તેમણે કહ્યું કે, અમે આસામની સરકારની ગરીબોને સવા લાખ ધર બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ માત્ર 30 હજાર ઘર જ બની શક્યા છે. રૂપિયા હજી બેંકમાં જ પડ્યા છે. આસામને દુર્દશામાંથી બહાર કાઢવા માટે દિલ્હીની સાથસાથે મને આસામનું પણ ઈંજન જોઈએ છે. કોંગ્રેસના ભાઈ-ભતીજાવાદ, ભ્રષ્ટાચાર, અને કુશાસનને કારણે આજે આસામ દેશના પાંચ અંતિમ રાજ્યોમાં આવી ગયું છે. ઉપર પણ કોંગ્રેસની સરકાર રહી અને નીચે પણ કોંગ્રેસની સરકાર રહી છે. પરંતુ આઝાદીના 60 વર્ષ બાદ આસામના 40 ટકા ઘરોમાં વીજળી નથી પહોંચી.

Leave A Reply