Wednesday, January 22

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા ચીની સંસ્કૃતિની પહેલ

News5_20160411105609142ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતમાં વર્ષ 2016ને ચીન પર્યટન વર્ષ તરીકે ઉજવવની ઘોષણા કરી હતી. આ પગલે ચીનનાં સિચુઆન પ્રાંતથી પ્રથમ પ્રતિનિઘિમંડળ દિલ્હી આવી પહોંચ્યુ છે. ભારતનાં પ્રવાસીઓને આકર્ષવા માટે ચીન રાષ્ટ્રિય રાજધાનીમાં સાંસ્કૃતિક સંધ્યા, કોંસર્ટ, પરંપરાગત નાટકનું દ્રશ્ય, ચીની કલાકારોનાં કાર્યક્રમ, સિચુઆન ઓપેરા, પાન્ડા ડોલ જેવા વિવિધ કાર્યક્રોમોનું આયોજન કરીને ભારતીયોને પોતાની સંસ્કૃતિથી સાથે સંપર્ક વ્યવહાર કરવાની પહેલ કરી રહ્યું છે.

ભારતીય પ્રવાસીઓને આકર્ષિત કરવાની આ પહેલને પ્રોત્સાહન આપવા માટે ચીનનું પ્રતિનિધિમંડળ હાલમાં ભારત આવેલ છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગન વચ્ચે બનેલ પર્યટણ ક્ષેત્રે બનેલ સહમતિને ગતિ આપવા માટેનો એક ભાગ છે. ભારત 2016ને ચીન પર્યટન વર્ષના રૂપમાં મનાવી રહ્યા છે.

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા સિચુઆન પ્રાંતનાં એક્ઝિક્યુટિવ વાઇસ ગવર્નર વાંગ નિંગે જણાવ્યું છે કે, ભારત અને સિચુઆન પર્યટન માટે ખુબ જ આકર્ષણનું સ્થળ છે. ભારત પ્રમાણે જ ચીનનું સિચુઆન પ્રાત સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર છે અને ત્યાંની સાંસ્કૃતિક વિવિધતા સદીઓ જૂની છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, વર્ષ 2015-16માં સિયુઆન પ્રાંતને પર્યટન ક્ષેત્રે 26.10 અરબ યુયાનની આવક પ્રાપ્ત થઇ હતી, જે ગત વર્ષની તુલનાએ 27 ટકા વધારે છે અને અમને આશા છે કે અમારી પહેલથી ભારતનાં લોકોને સિચુઆન વિશે વધારે જાણકારી મળશે અને તેઓ આ યાત્રા માટે પ્રોત્સાહિત થશે.

Leave A Reply