Tuesday, September 17

આજના દિવસે પ્રસન્ન કરવા હોય તો બજરંગબલીને તો કરો આટલું કામ

News160_20160422105616266અનેક ચિંતાઓ તમને ઘરી વળી હોય, તમારું કોઈ જ કામ સારી રીતે પાર ન પડતું હોય, તમારા મનમાં આત્મવિશ્વાસ ન રહ્યો હોય તેવી સ્થિતીમાં સુંદરકાંડનો પાઠ શ્રધ્ધાથી કરવાની સલાહ આપવામાં આવે છે. આ પાઠ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસના સાત કાંડમાંથી એક છે, જેને સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભક્તનો વિજય દર્શાવે છે
સંપૂર્ણ રામચરિતમાનસ ભગવાન રામના ગુણ અને પુરુષાર્થથી ભરેલું છે. જ્યારે સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે ભક્તના વિજયને દર્શાવે છે. હનુમાનજી સમુદ્ર પાર કરીને સીતાજીની શોધ કરવા લંકા પહોંચે છે. ત્યાં તેઓ સીતાજીને પ્રભુ શ્રીરામનો સંદેશ આપી, લંકાદહન કરી પરત ફરે છે.

વધે છે આત્મવિશ્વાસ
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સુંદરકાંડ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. તેમાંથી જીવનમાં સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ મળે છે. એટલા માટે જ રામાયણમાંથી સુંદરકાંડને શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે તેના પઠનથી આત્મવિશ્વાસ વધે છે.

હનુમાનજીની કૃપાદ્રષ્ટિ મળે છે
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા ઉપરાંત સુંદરકાંડના પાઠ કરવા સૌથી સારો ઉપાય છે. દુ:ખ દૂર કરવા અને માનસિક શાંતિ માટે આ પાઠ કરવામાં આવે છે. સુંદરકાંડ કરવાથી પ્રભુ શ્રીરામની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જીવનની દરેક સમસ્યાને દૂર કરવા માટે સુંદરકાંડ શ્રેષ્ઠ ઉપાય છે.

Leave A Reply