Tuesday, September 17

કોન્સ્ટેબલની હત્યાનો આરોપી મનિષનો ઘટસ્ફોટઃ થોડા સમય પહેલા MD ડ્રગ્સની કરી હતી ડિલિવરી

News10_20160423112119101આખા ગુજરાત પોલીસનું નાક કાપી નાખનાર ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસની હત્યા કરી ફરાર થવાની ઘટનાનો આરોપી ઝડપાયો છે. ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી મનિષને જયપુર-બાન્દ્રા ટ્રેનમાંથી દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે મનિષના રિમાન્ડ માંગી તપાસ હાથધરી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મનિષે મોટો ઘટસ્ફોટ કર્યો છે.

મનિષે ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા મનિષ તેનો સાથે આનંદ ખંડેલવાલ સાથે અમદાવાદમાં આવ્યો હતો. મનિષ અને સાથી આનંદ બે વખત અમદાવાદમાં આવી ચૂક્યા હતા. અને બંને મળીને MD ડ્રગ્સની ડિલિવરી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જોકે, આ ડ્રગ્સની જ ડિલિવરી કોને કરી હતી અને તેમણે કોની સાથે ડ્રગ્સની ડીલ કરી હતી આ અંગે જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે મનિષ ડ્રગ્સ કેસમાં શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યો હોવાની માહિતી ચંદ્રકાન્ત મકવાણાને થઈ હતી. ચંદ્રકાન્તે નરોડાથી મનિષને ઝડપી પાડી વધારે પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં આવેલી એન્ટી ઓર્ગેનાઇઝ્ડ સેલમાં લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બુધવારે રાત્રે ચંદ્રકાન્તની હત્યા કરીને મનિષ તેના બુટ પહેરી ફરાર થઈ ગયો હતો

Leave A Reply