Tuesday, September 17

નિકોલ ડિમોલિશન: મૃતકોના પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાયના ચેક અપાયા

News11_20160423104550826અમદાવાદમાં 12મી એપ્રિલના રોજ નિકોલમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ દુર્ઘટના સર્જાઈ જતા 4 લોકોના મોત નિપજ્યાં હતાં. સરકાર દ્વારા મૃતકોના પરિવારને અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી હતી. જે મુજબ આજે મેય, કલેક્ટર અને મામલતદાર દ્વારા આ સંદર્ભે સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં.મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયના ચેક આપવામાં આવ્યાં.

અત્રે જણાવવાનું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ 12મી એપ્રિલના રોજ નિકોલ વિસ્તારમાં નિકોલ રોડ પહોળો કરવાના નામે ઘોર બેદરકારી દાખવીને ચાર જિંદગીઓનું ડિમોલિશન કરી નાંખ્યું હતું. અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ ભાન ભૂલ્યા હોય તેમ ઉતાવળે લોકોને દુકાનોમાંથી સામાન કાઢવાનો સમય આપ્યા વિના જ જેસીબી ફેરવવાનો આદેશ આપ્યો હતો. જેથી ડિમોલિશનના નામે દુકાનો તોડવાની કાર્યવાહીમાં મ્યુનિ.ના અધિકારીઓએ ઉતાવળથી દીવાલ ધરાશાયી થઇ હતી જેમાં ચાર લોકોના મોત થયા હતાં.

ચાર લોકોના ભોગ લેનાર એએમસીની ડિમોલિશન કામગીરીની ઘટનાની સચોટ તપાસ માટે AMC કમિશનર ડી.થારાએ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ટીમ બનાવી છે. આ ટીમ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે. ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય એ જ અમારો મુખ્ય હેતું હોવાનું AMC કમિશનર ડી.થારાએ જણાવ્યું હતું.

Leave A Reply