Tuesday, September 17

1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ દાઉદ લાગે છે હવે કઈંક આવો… જુઓ PHOTO

News5_20160423100703918Captureઅંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની 1993ના બોમ્બ વિસ્ફોટ બાદ પહેલીવાર ફૂલ લેન્થ તસવીર સામે આવી છે. આ તસવીરમાં દાઉદે કાળો કોટ અને પઠાણી સૂટ પહેર્યો છે. એક અહેવાલ મુજબ આ તસવીર ભારતીય પત્રકાર વિવેક અગ્રવાલે ખેંચી હતી. તેઓ કેટલાક વર્ષ પહેલા કરાચી ગયા હતાં. તેમણે તેમના પુસ્તક માટે આ તસવીર મેળવી હોવાનું કહેવાય છે. તસવીર જે સમયની છે ત્યારે દાઉદ મોઈન પેલેસમાં રહેતો હતો પરંતુ હવે નવા બંગલામાં શીફ્ટ થઈ ગયો છે. ફૂલ લેન્થ ફોટામાં દાઉદની ઉંમર 60 વર્ષની આજુબાજુ કહેવાય છે.

અહેવાલ મુજબ દાઉદે પોતાની મૂંછ કઢાવી નાખી છે પરંતુ તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. અગાઉ એવી માહિતી મળી હતી કે દાઉદે તેનો દેખાવ બદલી નાખ્યો છે અને પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ગત 22મી ઓગસ્ટે ભારતે દાઉદ ઈબ્રાહિમની કેટલીક તસવીરો જારી કરી હતી. આ તસવીરો ભારતની ગુપ્તચર એજન્સી રો ને મળી હતી. ફોટા સાથે RAWએ તેના પાકિસ્તાની પાસપોર્ટની કોપીઓ પણ મેળવી હતી. દાઉદના બે પાસપોર્ટ કરાંચીથી જારી કરાયા હતા અને બે પાસપોર્ટ રાવલપિંડીથી.

ભારતે પાકિસ્તાનને દાઉદ સંદર્ભે દસ્તાવેજો સોંપ્યા હતાં. ભારતનું કહેવું હતું કે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ દાઉદ કરાંચીના પોશ વિસ્તાર ક્લિફ્ટનમાં રહે છે પરંતુ પાકિસ્તાને હંમેશા ઈન્કાર કર્યો છછે. દાઉદ ઈબ્રાહિમ 1986માં દુબઈ જતો રહ્યો હતો. હાલ હવે મીડિયામાં એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ તેને સુરક્ષા આપી રાખી છે.

Leave A Reply