Saturday, April 4

VVIP હેલિકોર્ટર ડીલઃ BJPના પ્રહારોથી બચવાની રણનીતિ બનાવવા કોંગ્રેસે કરી હાઇલેવલ બેઠક

1461701777_sonia-gandhiયુપીએ સરકારના સમયે થયેલા ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલમાં ભાજપે સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓને નિશાન બનાવાની યોજના બનાવી છે જેથી કરીને મુખ્ય વિપક્ષ પક્ષને ઘેરી શકે છે. જે ઉત્તરાખંડ મુદ્દાને લઈને રાજ્યસભામાં કાર્યવાહી ખલેલ પહોંચાડે છે. બીજી તરફ ભાજપના પ્રહોરોથી બચવા માટે કોંગ્રેસ દ્વારા હાઇલેવલની બેઠક બોલાવમાં આવી હતી.

રક્ષા ઉત્પાદન બનાવનારી અગસ્તા વેસ્ટલેન્ડની માતૃ કંપની ફિનમેકૈનિકાના અધિકારીઆ દ્વારા ભારતમાં નેતાઓ અને અધિકારીઓને રિસ્વત આપવાનો આરોપની તપાસ કરી રહેલી ઇટાલીની કોર્ટને એવા દસ્તાવેજો હાથ લાગ્યા છે કે, જેમાં સિગનોરા ગાંધીનું નામ સામે આવ્યું છે. ઇટાલીમાં સિગનોરા શબ્દ શ્રીમતી માટે ઉપયોગ કરવામાં આવે  છએ.

ઇટાલીની કોર્ટે આપેલા એક ચૂકાદા વિશે મીડિયામાં આવતી ખબર પછી રણનીતિ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને  નાણામંત્રી અરૂણ જેટલી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મંગળવારે બેઠક થઈ હતી. ઈટાલીની અદાલતે ઓગસ્ટાવેસ્ટલેન્ડના પ્રમુગ ગુઇસેપે ઓરસીને દોષી ગણાવ્યા છે અને કહ્યું છે કે, 3600 કરોડ રૂપિયાની ડીલ મેળવવા માટે કોંગ્રેસના મુખ્ય નેતાઓને રિશ્વત આપી હતી.

કોંગ્રેસે બનાવી રણનીતિ
અગસ્ટા વેસ્ટલૈન્ડ મામલામાં બીજેપીના પ્રહારોના જવાબ આપવા માટે બુધવારે સવારે કોંગ્રેસે હાઇલેવલ મીટિંગ થઈ હતી. 10 જનપથ ઉપર સોનિયા ગાંધીની નેતૃત્વવાળી બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્યા સિંધિયા અને આનંદ શર્મા સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટી તરફથી  સંસદમાં ભાજપના પ્રશ્નનો ઉપર શુ પ્રતિક્રિયા આપવી એ અંગે રણનીતિ ઉપર ચર્ચા થઈ હતી. પૂર્વ રક્ષા મંત્રી એ.કે એન્ટનીએ ફરીથી કહ્યું હતું કે, આ મામલામાં અમારી સરકાર રહી હતી ત્યારે અમે પગલાં લીધા હતા. એન્ટનીએ એ પણ કહ્યું હતું કે ભાજપને મુદ્દો ઉઠાવા દો અમે જવાબ આપીશું.

Leave A Reply