Saturday, December 14

પવિત્ર ગંગાજળની હોમ ડિલિવરી કરવા પોસ્ટવિભાગ સજ્જ

1464620326_gangajal_146461030960_650x425_053016054556નવી દિલ્હી, તા. 30

ભારતીય પોસ્ટ વિભાગ હવે નવી પહેલ કરવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં તમામ પ્રસંગોએ વપરાતું પાવન ગંગાજળ હવે પોસ્ટવિભાગ દ્વારા ઘર સુધી પહોંચાડવાની યોજના શરૃ થશે.

ઋષિકેશ અને ગંગોત્રીથી ભાગિરથીનું પવિત્ર જળ પેક કરાશે અને ઓર્ડર પ્રમાણે તેને દેશના ખૂણેખૂણે પહોંચાડાશે. કેન્દ્રની એનડીએ સરકારે બે વર્ષની ઉજવણી રૃપે આ યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રીએ તેની જાહેરાત કરી છે. સરકારે દાવો કર્યો છે કે ભારતમાં આવી પહેલી પહેલ છે.

જોકે, અગાઉ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં પોસ્ટ વિભાગે આઠ વર્ષ પહેલા પણ ગંગાજળની ડિલિવરી કરવાની યોજના શરૃ થઈ હતી. જોકે, ત્યારે લોકોએ બહુ ઉમળકો દાખવ્યો ન હતો એટલે યોજના લાંબો સમય ચાલી ન હતી.

Leave A Reply