ગુલબર્ગ કાંડ કેસનો ચુકાદો સંભળાવાનું શરૂ, કુલ 67માંથી 36 આરોપીઓને કરાયા નિર્દોષ જાહેર

News10_20160602105500081 9k=મેઘાણીનગર ગુલબર્ગ સોસાયટીમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓની કરપીણ હત્યા થઇ તે કેસમાં 61 આરોપી સામેનો ચુકાદો 14 વર્ષ બાદ એટલે કે આજ રોજ સ્પેશિયલ ડેઝિગ્નેટ જજ પી.બી. દેસાઈ જાહેર કરશે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓને કોર્ટ રૂમમાં લઈ જવાયા છે. તેમાં ત્રણ આરોપી મંગાજી મારવાડી, કિશોર પટણી, અને જયેશ પટણી નિર્દોષ જાહેર કરાયા છે.

આજે ચુકાદો શું આવે છે તેની ઉપર લોકોની નજર રહેલી છે. ગુલબર્ગ સોસાયટી અને તેના આસપાસના વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીની અંદર 1, બહાર 1 એમ 2 નેત્ર બાજ નજર રખાશે. કોર્ટ રૂમ અને સંકુલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દેશ-વિદેશના મીડિયા કર્મીઓ આજે સવારથી જ ગુલબર્ગ સોસાયટીમાં ઊતરી પડયા છે.

કોણ કોણ કોર્ટ પહોંચ્યું

  • SITના સભ્ય હિમાંશુ શુક્લા કોર્ટ પહોંચ્યા
  • આરોપી તરફના વકીલો પણ કોર્ટમા પહોંચ્યા
  • વકીલ રાજેન્દ્ર ત્રિવેદી અને ટી.આર.બાજપાઈ પણ પહોંચ્યા
  • VHPના નેતા ડો.અતુલ વૈદ્ય  ઉપરાંત અન્ય નેતાઓ પણ કોર્ટમાં પહોચ્યા
  • આ કેસમાં જામીન પર છૂટેલા આરોપીઓ પણ કોર્ટ પરિસરમાં આજે હાજર

Leave A Reply