પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુઓ ભારતીય નાગરિકતા માટે કરી શકશે દાવો

News2_20160603181352675હિંદુઓ કે જે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં સ્થાયી થવા ઈચ્છતા હોય તે  ભારતીય નાગરિકતા માટે દાવો કરીશકશે. ભારતના હોમ વિભાગ દ્વારા તાજેતરમાં ભારતીય નાગરિકતા કાયદામાં સુધારો કરતા વિધેયક અંગેનો મુસદો તૈયાર થઈ ગયો છે. જેમાં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસી આવેલા અને રેફ્યુઝી તરીકે આશરો લેતા પરિવારો હવે ભારતીય નાગરિકતા મેળવવા માટે હકદાર બનશે. હવે તેમને ગેરકાયદ ઘૂસી આવેલાનું લેબલ નહિં લગાડવામાં આવે.

સીટીઝનશીપ એક્ટ, 1955માં સુધારો કરવાને પરિણામે આશરે 2 લાખ જેટલાં હિંદુઓ કે જે પાકિસ્તાન અને બાંગ્લાદેશી કે જે તેમના દેશમાં તેમની ધાર્મિક રીતિ-રિવાજો ન પાળી શકતા હોય તેને આનો લાભ મળશે. જે લોકો આર્થિક દ્રષ્ટિએ માઈગ્રેટ થવા ઈચ્છતા હોય તેમને નિરાશ થવું પડશે.

આંતરરાષ્ટિય સ્તરે નિર્વાસિતોના કાયદા અંગેના જે ધારાધોરણો છે તેને અનુસરીને જ ભારતમાં નિર્વાસિતો તરીકે રહેતાં હિંદુઓ છે તેને આ સુધારાનો લાભ મળશે. કેન્દ્રની ભાજપ સરકાર હિંદુ તરફી નીતિઓ અખ્યત્યાર કરવા માંગતી હોય તેવું આ મુદ્દા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચુંટણી પહેલા 2014માં બહાર પાડેલા ચુંટણી ઢંઢેરામાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર આવી છે ત્યારથી આવા નિર્વાસિતોને લાંબી મુદતના વીઝા આપવામાં આવી રહ્યાં છે જેથી કરીને તેઓ નાગરિકતા માટે અપીલ કરી શકે. તાજેતરમાં આવા વ્યક્તિઓને આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ આપવા અંગેની દરખાસ્ત પર વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેને પગલે કેન્દ્ર હવે પાસપોર્ટ એક્ટ 1920 અને ફોરેનર એક્ટ 1946માં પણ સુધારો લાવશે તેમ મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અમદાવાદ, રાજકોટ, કચ્છ, સુરત, જયપુર, જોધપુર, જેસલમેર, રાયપુર, ઈન્દોર, નાગપુર, મુંબઈ, પુણે, દિલ્હી, લખનઉ જેવા શહેરમાં બાંગ્લાદેશી નિર્વાસિતો મોટી સંખ્યામાં રહે છે. ભારતીય નાગરિકતા કાયદામાં સુધારો થતાં દેશમાં કુલ આવા બે લાખ લોકોને તેનો લાભ મળશે.

Leave A Reply