ગુલબર્ગ હત્યાકાંડ: 24 દોષિતોની સજાના ચુકાદા પર સુનવણી આવતીકાલ

News10_20160609083109381આજે સ્પેશિયલ કોર્ટમાં ગુલબર્ગ હત્યાકાંડના 24 આરોપીઓની સજાને લઈને આજે સુનાવણી થઈ હતી. આરોપીઓ તરફથી અભય ભારદ્વાજે દલીલો કરી હતી અને સુપ્રમી કોર્ટના ચુકાદાને ટાંકયો હતો. જ્યારે આતંકવાદીઓના કેસમાં સુપ્રીમ કોર્ટ જે વ્યૂ લેતી હોય અને દોષિતોને ફાંસીની સજા કરતી હોય તો આ કોર્ટે પણ કન્સિડર કરવુ જોઈએ. આરોપીઓ સમાજ માટે ખતરારૂપ નથી. તેમને સુધરવાનો વધુ એક તક આપવી જોઇએ. જોકે, આજે સુનાવણી પૂર્ણ થઈ શકી નહોતી આથી હવે આ કેસમાં આવતી કાલે વધુ સનાવણી થશે. જોકે, આરોપીઓને કોર્ટમાં લાવવામાં નહીં આવે. શકય હશે તો વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવશે.

ગોધરાકાંડ પછીના નવ રમખાણો પૈકીના ગુલબર્ગકાંડનો ચુકાદો 2 જૂને જાહેર કરવામાં આવ્યો હતો.  જેમાં 24 આરોપીની સજાનો ચુકાદો આજે જાહેર થાય તેવી શક્યતા હતી. આજે સુનાવણી થવાની હોવાથી તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આજે ગુલબર્ગ કેસમાં સજા જાહેર થવાની હોવાથી લોકો મોટી સંખ્યામાં કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શું હતો આખો મામલો
સાબરમતી ટ્રેનકાંડ પછી અમદાવાદના મેઘાણીનગરમાં ગુલબર્ગ સોસાયટી ખાતે તોફાનો થયાં હતાં. જેમાં અહેસાન જાફરી સહિત ૬૯નાં મોત થયા હતા. આ કેસમાં ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટે ૩૬ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે ૨૪ આરોપીને દોષિત ઠેરવ્યા છે. સજા અંગે સોમવારે સુનાવણી થઈ હતી, એ પછી ૯મી જૂને વધુ સુનાવણી થશે.

ગુરૂવારે આરોપી તરફે પોતાની કળથેલી આર્થિક સ્થિતિ, ઘરની જવાબદારી સહિતની સ્થિતિનો ચિતાર રજૂ કરાશે. બીજી તરફ, સરકાર પક્ષે કડક સજાની માગ દોહરાવી વિવિધ ચુકાદા રજૂ કરવામાં આવશે. સાથે જ કોર્ટે જે સવાલો અંગે પૃચ્છા કરી તે સંદર્ભે જવાબો રજૂ કરાશે. પીડિતો તરફથી પણ ઉચ્ચ અદાલતના ચુકાદા રજૂ કરાશે.

6 જૂને બંને પક્ષે થયેલી દલીલો
24 દોષિતોની સજા મુદ્દે  6 જૂને કોર્ટમાં બંને પક્ષે દલીલો થઈ હતી. 24 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ તેમને કેટલી સજા કરવી તે મામલે શરૂ થયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર અને પીડિતો તરફે એવી સખત માંગ કરવામાં આવી હતી કે, જઘન્ય હત્યાકાંડને રેરેસ્ટ ઓફ રેર કેસની શ્રેણીમાં ગણી આરોપીઓને ફાંસી કે જીવે ત્યાં સુધીની કેદની સજા આપવી જોઇએ. ત્યારે બીજી તરફ આરોપીઓ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્ટે જ્યારે આ કેસમાં કલમ 120(બી) કાવતરું અને કલમ 34 સમાન હેતુની થીયરીને માની નથી ત્યારે આરોપીઓ સામે જે કલમો લાગી છે તેને આધારે જ તેમની સામે રહેમનજર રાખીને સજા કરવી જોઇએ.

કૈલાસ ધોબીને હાજર કરવા આદેશ
હત્યાના ગુનામાં દોષિત ઠરેલો આરોપી કૈલાષ ધોબી થોડા સમય પહેલા જ જામીન પર મુક્ત થઇ ભાગી ગયો હતો. ત્યારે તેની હાજરીમાં તેને બચાવની તક આપ્યા સિવાય તેને સજા ફટકારી શકાય નહીં. તેવી સરકારની રજૂઆત બાદ કોર્ટે આરોપી સામેની સજાનો ચુકાદો તેની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ ન કરાય ત્યાં સુધી મુલતવી રાખ્યો છે.

24 દોષિતોના નામ
હત્યાના ગુનામાં 11 આરોપી
1.કૈલાશ લાલચંદ ધોબી
2.યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલુસિંહ શેખાવત
3.જયેશકુમાર ઉર્ફે ગબ્બર જિંગર
4.કૃષ્ણકુમાર ઉર્ફે કૃષ્ણા મુન્નાલાલ
5.જયેશ રામજી પરમાર
6.રાજુ ઉર્ફે મામો કાણિયો
7. નારણ સીતારામ ટાંક
8.લાખનસિંહ ઉર્ફે લાખિયો
9.ભરત ઉર્ફે ભરત તૈલી શીતલપ્રસાદ
10.ભરત લક્ષ્મણસિંહ રાજપૂત (વિહિપ)
11.દિનેશ પ્રભુદાસ શર્મા

અન્ય ગુનામાં 13 આરોપી
12. માંગીલાલ ધુપચંદ જૈન
13.સુરેન્દ્ર ઉર્ફે વકીલ દિગ્વિજયસિંહ ચૌહાણ
14. દિલીપ ઉર્ફે કાલુ ચતુરભાઇ પરમાર
15.સંદીપ ઉર્ફે સોનું રામપ્રકાશ મહેરા (પંજાબી)
16.મુકેશ પુખરાજ સાંખલા
17.અંબેશ કાંતિલાલ જિંગર
18.પ્રકાશ ઉર્ફે કાલી ખેગારજીં પઢિયાર
19.મનીષ પ્રભુલાલ જૈન
20.ધર્મેશ પ્રહલાદભાઇ શુક્લ
21.કપિલ દેવનારાયણ ઉર્ફે મુન્નાભાઇ મિશ્રા
22.સુરેશ ઉર્ફે કાલી ડાહ્યાભાઇ ધોબી
23.અતુલ ઇન્દ્રવદન વૈધ (વિહિપ નેતા)
24.બાબુભાઇ હસ્તીમલ મારવાડી

Leave A Reply