Tuesday, December 10

મોદી કેબિનેટમાં 19 નવા ચહેરાને એન્ટ્રી, રૂપાલા-ભાભોર-માંડવિયા બન્યા રાજ્યકક્ષાના મંત્રી

News2_20160705112420941નરેન્દ્ર મોદી મંગળવારે કેબિનેટમાં ફેરબદલ કરવાના છે. કેબિનેટના નવા મંત્રીઓની શપથ વિધિ શરૂ થઈ ગઈ છે. કેબિનેટમાં ફેરબદલ સમારોહ બીજેપીના મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર, મેનકા ગાંધી, હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી પુરષોત્તમ રૂપાલાની કેબિનેટ મંત્રીમાં પ્રવેશ કરાયો.

રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
1. પ્રકાશ જાવડેકર – મધ્ય પ્રદેશ
2. ફગન કુલસ્તે- મધ્ય પ્રદેશ
3. એસ.એસ આહલુવાલિયા- બંગાળ, અંગ્રેજીમાં લીધા હતા શપથ
4. રમેશ  જિગજિગાની- મધ્ય પ્રદેશ
5. વિજય ગોયલ- મહારાષ્ટ્ર
6. રામદાસ અથવાલે- મહારાષ્ટ્ર, શપથ લેતા સમયે કરી હતી ભૂલ
7. રાજેન ગૌહેન- આસામ
8. અનિલ માધવ દવે- મધ્ય પ્રદેશ
9. પુરુષોત્તમ રુપાલા- ગુજરાત
10. એમ.જે અકબર-  મધ્ય પ્રદેશ
11. અજય ટમ્ટા – ઉત્તરાખંડ
12. મહેન્દ્ર નાથ પાંડે – ઉત્તર પ્રદેશ
13. જસવંત સિંહ – ગુજરાતના સાંસદ
14. અર્જુનરામ મેઘવાલ- રાજસ્થાન
15. અનુપ્રિયા પટેલ – યુપી
16. સી.આર.ચૌધરી – રાજસ્થાન
17. પી.પી.ચૌધરી – રાજસ્થાન
18. અર્જુન રામ મેઘવાલ – રાજસ્થાન, સાઈકલ લઇને શપથ લેવા પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ ભવન
19. ક્રિશ્ના રાજ – યુપી

કેબિનેટ વિસ્તરણ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને સંઘની પસંદગીને પ્રમુખતા આપવામાં આવી છે. કામના આધાર પર પ્રમોશનની વાત કયાંય દેખાઈ નથી: મીમ અફઝલ, કૉંગ્રેસ પ્રવક્તા

રામદાસે કરી ભૂલ
રામદાસ અથવાલેએ શપથ લેવાની શરૂઆતમાં જ ભૂલ કરી હતી. તેઓ શરૂઆતમાં તેમનું નામ બોલ્યા વગર જ શપથ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી તેમને ટકોર કરવામાં આવી ત્યારે તેમણે પોતાનું નામ બોલીને શપથ વિધિ શરૂ કરી હતી. શપથ દરમિયાન પણ તેમણે વચ્ચે થોડી ભૂલ કરી હતી જેને ખૂદ રાષ્ટ્રપતિએ સુધારી હતી.

Leave A Reply