Saturday, December 14

વિપક્ષમાંથી માત્ર એકજ પાર્ટીએ દેશની પ્રગતિને રોકી રાખી છે : મોદી

imgres-કોઈ નામનો ઊલ્લેખ કર્યા વગર મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી

નવી દિલ્હી, તા. 06 જુલાઈ 2016

PM મોદીએ કહ્યું કે, મોટા ભાગની રાજકીય પાર્ટીઓ દેશના હિત માટે સરકારને સહકાર આપે છે, પરંતુ એક પાર્ટી દેશ પર નકારાત્મક અસર પડવાની ચિંતા કર્યા વગર બધા મુદ્દાઓમાં નડતર રૂપ વલણો અપનાવે છે. એકથી વધારે મીડિયા હાઉસ દ્વારા આપવામાં આવેલી પ્રશ્નાવલીના લેખિત જવાબમાં PM એ પોતાની સરકારની 25 મહિનાની સિદ્ધિઓ અને ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું.

સાંસદના આગામી મોન્સૂન સત્રના વિશે જણવતા મોદીએ કહ્યું કે, કાયદાકીય એજન્ડાના સંબંધમાં મોટાભાગના પક્ષો દેશના હિત માટે સરકારને સહકાર આપી રહી છે. તેમણે અપ્રત્યક્ષ રૂપથી કોંગ્રેસનું નામ લઈને કહ્યું કે, ફક્ત એકજ પક્ષને છોડીને વિપક્ષ દેશના હિતમાં સર્જનાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યં કે માત્ર એકજ પાર્ટી પોતાની હારની વાસ્તવિક્તા પચાવી શક્તી નથી.

Leave A Reply