Friday, April 19

પંજાબમાં આપના CM ઉમેદવાર બનશે સિદ્ધુ!

Want create site? Find Free WordPress Themes and plugins.

1468913566_Navjot-Singh-Sidhu-likely-t– પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા જ ભાજપને મોટો ફટકો

– અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા સિદ્ધુના આ નિર્ણયની પ્રશંસા કરી

નવી દિલ્હી, તા. 19 જુલાઇ 2016

ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ પણ ક્રિકેટની જેમ જ પોતાની બીજી ઇનિંગ્સ રમવા માટે તૈયાર થઇ ચૂક્યા છે. સિદ્ધુ જ્યારે ક્રિકેટના મેદાન પર ટીમમાંથી બહાર થયા બાદ ફરીથી મજબૂત મનોબળ સાથે પાછા આવ્યા હતા. આ જ પ્રકારે રાજનીતિમાં પણ સિદ્ધુ બીજી ઇનિંગ્સ રમવા માટે કમર કસી ચૂક્યા છે. સૂત્રો અનુસાર રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ સિદ્ધુ આપ પાર્ટીમાં સામેલ થઇને પંજાબમાં મુખ્યમંત્રીના ઉમેદવાર બનશે.

અકાલી ગઠબંધન અને છેલ્લી લોકસભા ચુંટણીમાં ટિકિટ ના મળવાથી નારાજ હતા
કેન્દ્ર સરકારે પાર્ટીથી અસંતુષ્ટ ચાલી રહેલા 52 વર્ષીય પૂર્વ ક્રિકેટરને 22 એપ્રિલે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. સિદ્ધુ વર્ષ 2004થી 2014 વચ્ચે અમૃતસરથી લોકસભા સાંસદ હતા પરંતુ તેઓ 2014માં અમૃતસરથી ટિકીટ ના મળવાથી નારાજ થયા હતા. સિદ્ધુ અને તેમની ધારાસભ્ય પત્ની બંને રાજ્યમાં અકાલી દળથી ગઠબંધનના પક્ષમાં ન હતા.

પંજાબમાં ભાજપને મોટો ફટકો
પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા સિદ્ધુનું રાજીનામું ભાજપ માટે મોટો ફટકો છે. રાજીનામુ આપ્યાની જાણકારી થતા જ સંસદ ગૃહમાં જ નાણાંમંત્રી અરુણ જેટલી, સંસદીય કાર્ય મંત્રી અનંત કુમાર તથા પંજાબના પ્રભારી પ્રભાત ઝા વચ્ચે મંત્રણા થઇ હતી. પાર્ટીએ કહ્યુ કે તેઓ સિદ્ધુને મનાવવા જશે નહીં.

સાચી-ખોટી લડાઇમાં તટસ્થ રહી શકતા ન હતા : સિદ્ધુ
કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુ પોતાની પત્ની સાથે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘આપ’માં સામેલ થશે. કેજરીવાલ પહેલા પન તેમને પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રિત કરી ચૂક્યા છે. રાજીનામુ આપ્યા બાદ સિદ્ધુએ કહ્યુ, સાચી-ખોટી લડાઇમાં તટસ્થ રહી શકતા નથી. હું વડાપ્રધાન મોદીના કહેવા પર રાજ્યસભા સાંસદ બન્યો હતો, પરંતુ હવે આ બોજ ઉઠાવવા નથી માંગતો. પંજાબનું હિત સૌથી ઉપર છે.

કેજરીવાલે સિદ્ધુના સાહસને કર્યા સલામ
કેજરીવાલે પોતાની ટ્વિટમાં સિદ્ધુના સાહસની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ, ક્યારેય સાંભળ્યુ છે કે કોઇએ રાજ્યમાટે પોતાનું સ્થાન છોડી દીધુ હોય. લોકો રાજ્યસભામાં સાંસદ બનવા માટે પોતાનો જમણો હાથ પણ આપી દે છે. કેજરીવાલે કહ્યુ કે રાજ્યને બચાવવા માટે સિદ્ધુ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અને સાહસને હું સલામ કરુ છુ. કેજરીવાલની સાથે કુમાર વિશ્વાસે પણ સિદ્ધુના રાજીનામાનું સ્વાગત કર્યુ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud