Monday, December 16

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ડે.મેયર પદે ગિરીશ કોટેચા અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે નિલેશ ધુલેશીયાની વરણી

IMG-20160730-WA0059
IMG-20160730-WA0060 (1)જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ મહાનગરપાલિકા નાં ડે.મેયર દિવાળીબેન પરમાર અને સ્થાયી સમિતિનાં ચેરમેન અરવિંદ ભલાણીની મુદ્દત પુર્ણ થતાં અાજરોજ નવા નેતાની પસંદગી માટેની કાર્યવાહી હાથ ધરવામાં અાવતાં મહાનગરપાલિકાનાં ડે.મેયર તરીકે ફરી અેકવાર રઘુવંશી લોહાણા સમાજનાં અગ્રણી ગિરીશભાઈ કોટેચાની વરણી કરવામાં અાવી છે જયારે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે અગ્રણી બિલ્ડર નિલેશભાઈ ધુલેશીયાની વરણી કરવામાં અાવતાં તેને ભવ્ય અાવકાર મળી રહયો છે.
મહાનગરપાલિકામાં હોદેદારોની મુદ્દત પુર્ણ થતાં નવી નિમણુંક માટેની ગતિવિધી છેલ્લાં ૩ દિવસ થયાં જારશોરથી ચાલી હતી. ગાંધીનગર સુધી પણ રજુઅાતનો દોર શરૂ થયો હતો અા દરમ્યાન અાજે મહાનગરપાલિકાની સામાન્ય સભા શામળદાસ ગાંધી ટાઉનહોલ જૂનાગઢ ખાતે યોજવામાં અાવી હતી અને ત્યાર પહેલાં પ્રદેશ ભાજપનાં નિરીક્ષકની હાજરીમાં ૯ ઃ ૩૦ કલાકે સંકલન સમિતિની બેઠક પણ મળી હતી અને અા બેઠકમાં મેન્ડેટ જારી કરવામાં અાવેલ હતો. અને ત્યારબાદ ટાઉનહોલ ખાતે નવા નેતાની વરણી માટે બેઠક મળી હતી. મહાનગરપાલિકાનાં ડે.મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે નિલેશભાઈ ધુલેશીયાની વરણી કરવામાં અાવી હતી.
જયારે શાસકપક્ષનાં નેતા તરીકે પુનિતભાઈ શર્મા અને દંડક તરીકે મીનાબેન મકવાણાની વરણી કરવામાં અાવી હતી જયારે સ્ટેન્ડીંગ કમિટીનાં અન્ય સભ્યોમાં હરેશ પરસાણા, પુનિત શર્મા, બાલાભાઈ રાડા, મોહનભાઈ પરમાર અને અાãશકિતબેન મજમુદારનો સમાવેશ કરાયો છે વરણી પામેલાં તમામ પદાધિકારીઅોને અભિનંદનની વર્ષા કરવામાં અાવી રહી છે.

Leave A Reply