Sunday, January 19

કોણ બનશે ગુજરાતના નવા નાથ? વિજય રૂપાણીનું નામ સૌથી ટોપ પર

2Q== વિજય રૂપાણીનું નામ સૌથી ટોપ પર
અમદાવાદ: ‘બેન જાય છે’ની અફવાઓનો અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુક પર પોસ્ટ કરી પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવા અંગે અપીલ કરી છે. જ્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું નામ ચર્ચામાં છે. આનંદીબેન પટેલની જગ્યાએ નીતિન પટેલ નહીં, પણ રૂપાણીને નવા મુખ્યમંત્રી બનાવાય તેવું ભાજપના અંગત સૂત્રો સૂચવી રહ્યાં છે. છેલ્લા બે મહિનાથી બેન પાસેથી ચાર્જ લઇ રૂપાણીને સોંપાયું હતું
 આનંદીબેન પટેલની ફેસબુક પોસ્ટને લીધે રાજકીય ભૂકંપ આવ્યો છે, ત્યારે સરકારના સૂત્રો જણાવી રહ્યાં છે કે છેલ્લા બે મહિનાથી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પાસેથી તમામ પ્રકારના પાવર પાછા લઇ લેવામાં આવ્યા હતા અને વિજય રૂપાણી જ બે મહિનાથી સરકાર ચલાવતાં હતાં. હાઇકમાન્ડના નિર્દેશથી રૂપાણીને તમામ પાવર આપવામાં આવ્યા હતા. તેથી જ દલિત અત્યાચાર મામલે પણ રૂપાણીની સક્રિયતા સામે આવી હતી.
 અમિત શાહ ફેક્ટર પણ મુખ્ય
 પાર્ટી અને સંગઠનમાં વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ખાસ હોવાનું મનાય છે. અમિત શાહના કહેવાથી જ તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા હતાં. ત્યારે આનંદીબેન પટેલની સીએમની ખુરશીના પ્રબળ દાવદાર તરીકે વિજય રૂપાણી જ હોવાનું પાર્ટી અને સંગઠન માની રહી છે.
 જાહેરાત બેનને મળવા દોડ્યાં રૂપાણી
 આનંદીબેન પટેલ ફેસબુક પોસ્ટ કરી રાજ્યના સીએમની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. આ સમાચાર મળતા જ વિજય રૂપાણી તરત જ આનંદીબેન પટેલને મળવા દોડી ગયા હતા. રૂપાણી સાથે જોડાયેલા સૂત્રો જણાવી રહ્યાં છે કે રૂપાણીને દિલ્હીથી પણ ફોન આવી રહ્યાં છે.

Leave A Reply