Thursday, August 22

રાહુલે આનંદીબેનને બલીનો બકરો ગણાવીને સીધો પીએમ મોદી પર નિશાનો સાધ્યો

1470118136_Rahul-Gandhi– સહાનુભૂતિ મેળવાના અને લોકોનુ ધ્યાન ભ્રષ્ટાચાર પરથી હટાવાની પ્રક્રિયા- શંકરસિંહ

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2016

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામુ આપતાની સાથે જ વિરોધી પક્ષોએ બીજેપી અને મોદીને નિશાનો બનાવાનુ શરૂ કરી દીધુ છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમને નિશાનો બનાવ્યા હતા. રાહુલે ગુજરાતની પરિસ્થિતિ માટે મોદીને જવાબદાર ગણાવ્યા, જ્યારે હીજી તરફ આનંદીબેનને બલીનો બકરો કહ્યુ.

રાહુલે ટ્વિટમાં લખ્યુ કે, ગુજરાતની આ હાલત માટે આનંદીબેન 2 વર્ષથી નહી પરંતુ મોદીજી 13 વર્ષથી જવાબદાર છે. બલીનો બકરો બનનારા બીજેપીને બચાવી નહી શકે. આનંદીબેને ફેસબુક પર એક પોસ્ટ દ્વારા કહ્યુ કે, તેઓ મુખ્યમંત્રી પદની જવાબદારી માંથી નીકળવા માંગે છે.

ગુજરાતના કોંગ્રેસના નેતા શંકર સિંહ વાઘેલાએ જણાવ્યુ કે જો તેઓ હકીકતમાં રાજુનામુ આપવા ઈચ્છતા હતા, તો તેમણે એક મહિના પહેલા કહેવુ જોઈએ. ગુજરાતમાં બીજેપીનો ચહેરો છતો થઈ ગયો છે. આ સહાનુભૂતિ મેળવાના નાટકો છે અને લોકોનુ ધ્યાન ભ્રષ્ટાચાર પરથી હટાવવા માટે કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોઈપણ પ્રકારની કાયદા-વ્યવસ્થા નથી.

Leave A Reply