વડોદરા પહોંચી સ્પેનની ટેલ્ગો ટ્રેન, વરસાદના કારણે મુંબઈ મોડી પહોંચશે

600-1-1-300x200ભારતીય રેલવે એન્જિન અને સ્પેનીશ બનાવટના 9 કોચ લગાવેલી પ્રતિ કલાક 130 કિ.મીની સ્પીડે દોડતી ટેલ્ગો ટ્રેન મંગળવારે સવારે 6.15 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. ટ્રેન દિલ્હીથી સોમવારે રાત્રે 8 કલાકે ટ્રાયલ રન માટે ઉપડી હતી. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આવી પહોંચી હતી. સ્ટેશન પર 5 મિનિટ રોકાયા બાદ ટેલ્ગો મુંબઇ જવા રવાના થઇ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે ટેલ્ગો ટ્રેનના ટ્રાયલ રનમાં વિઘ્ન ઉભું થયું છે. ભારે વરસાદના કારણે ટ્રેનની ગતિ ધીમી રાખતા મુંબઇ એક કલાક મોડી પહોંચશે. ટેલ્ગો ટ્રેનની ખાસિયત
ટેલ્ગો ટ્રેન માટે ટ્રાયલ મુંબઈ-દિલ્હી રૂટનો હતો. પ્રથમ ટ્રાયલ પર દોડતી આજની ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર છે. ટ્રેનમાં 9 કોચ છે જેમાં ચાર ચેર કાર, એક એક્સઝીકયુટીવ કોચ, 1 કેફે કોચ, 1 ટુલ્સ કોચ, 1 જનરેટર લગાડવામાં આવ્યું છે. જોકે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર સવારે 5-39 આવવાની હતી, તે વડોદરા 45 મિનિટ મોડી આવી હતી. ટ્રેનની સૌથી ચોંકવનારી વાત એ છે કે ટ્રેન પ્લેફોર્મ કરતાં 4 થી 5 ઇંચ નીચી છે. તેમજ ટ્રેનને ગતિ મળી રહે તે માટે તેના કોચ ફાઈબર અને એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યા છે project management tools.

Leave A Reply