અમિત શાહ ગુજરાતના CM નહી બને, અટકળો પર પૂર્ણવિરામ

images– બીજેપી સંસદીય બોર્ડે આનંદીબેનનુ રાજીનામુ મંજૂર કરી લીધુ છે

– સંસદીય બોર્ડની બેઠકમાં સર્વ સંમતિથી CMની પસંદગી થશે

નવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2016

આનંદીબેનના મુખ્યમંત્રી પદ છોડવાની અફવાનો અંત આવ્યો. અને આ અંતની સાથે જ નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે. લોક મુખે પણ આ ચર્ચા સામન્ય બની છે કે, કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી…

આ મુદ્દે આજે સવારથી પીએમ મોદીના નિવાસ સ્થન પર ચાલી રહેલી મીટીંગ પુરી થઈ ગઈ છે. પરંતુ મીટીંગમાં નક્કી નથી થયુ કે, ગુજરાતના આગામી સીએમ કોણ હશે, પણ તે વાત ચોક્કસ છે કે, અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી નહી બને.

જણાવી દઈએ કે, વેંકૈયા નાયડૂએ મીટીંગથી બહાર આવીને કરેલી મીટીંગની વાતો

1. બીજેપી સંસદીય બોર્ડે આનંદીબેનનુ રાજીનામુ મંજૂર કરી લીધુ છે.

2. અમિત શાહ નહી બને ગુજરાતના CM.

3. અમિત શાહ પાર્ટીનુ નેતૃત્વ જ કરશે.

4. પાર્ટીએ નક્કી કર્યુ છે કે બે સુપરવાઇઝર ગુજરાતની મુલાકાત કરશે.

5. નિતિન ગડકરી અને સરોજ પાંડે ગુજરાતની મુલાકાત લેશે.

6. ગુજરાત બીજેપી ઘારાસભ્યોના દળની બેઠક ટૂંક સમયમાં થશે.

7. આ બેઠકમાં અમિત શાહ પણ હાજર રહેશે.

8. આ બેઠકમાં નવા સીએમની પસંદગી કરવામાં આવશે.

9. બધાની સલાહથી ગુજરાતના નવા સીએમની પસંદગી થશે.

10. અમારી પાર્ટીનો આધાર દિવસેને દિવસે વધતો જાય છે. ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો.

આગામી સમયમાં તે જોવાનું રહ્યું કે સંસદીય બોર્ડે પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોળશે.

Leave A Reply