રાજ્યપાલ સમક્ષ રાજીનામું આપીને આનંદીબેન નીકળી ગયા

1_1470227138 1470226603_IMG-20160803-WA0009 1470226628_IMG-20160803-WA0014માત્ર દસ મિનિટમાં રાજીનામું આપી બહાર આવી ગયા

– સીનીયર કેબીનેટ મંત્રી નીતિનભાઇ પટેલનું નામ નિશ્ચિત બન્યું

ગાંધીનગર, તા. 3 ઓગસ્ટ 2016
છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં અને અનેકવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ સમવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુક પર પોતાના રાજીનામું આપી દીધું હતું. આજે સત્તવાર રીતે તેઓ ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રાજીનામું આપવા પહોંચી ગયા હતા.
જોકે રાજીનામું આપવા ગયેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગાડીમાં બેસીને આવ્યા અને દસ મિનિટમાં રાજીનામું આપી તરત પાછા ફરી ગયા હતા. હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે તે જાણવા લોકોમાં ઉત્તેજના ફેલાઇ છે. આજે સવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જ બન્યા રહેશે તેવી જાહેરાત બાદ સાંજે ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પણ રેસમાંથી ખસી ગયા છે. ત્યારે હવે બે નામ મહત્વના નામ બાકી રહ્યાં છે તેમાં નીતિન પટેલ અને પુરૂષોત્તમ રૂપાલ છે. જોકે નવા મુખ્યમંત્રી તરીકે સીનીયર કેબીનેટ મંત્રી નીતિનભાઇ પટેલનું નામ નિશ્ચિત બન્યું છે અને ઔપચારીક જાહેરાત જ બાકી છે એવી મીડિયા વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

Leave A Reply