Monday, June 24

ઉત્તર કોરિયાએ મિસાઈલ ફાયર કર્યું, જાપાનના દરિયાકાંઠે જઈ પડ્યું

300x250-missile5જાપાનના કાંઠેથી 250 કિલોમીટર દૂર દરિયામાં પડ્યુ

ઉત્તર કોરિયાને સખણા રહેવા જાપાનની ચેતવણી

ટોકિયો, ઓગસ્ટ 3

આજે પહેલી વખત ઉત્તર કોરિયાએ એક મિસાઈલ જાપાન તરફ ફાયર કર્યું હતું. ઉત્તર કોરિયા દ્વારા રવાના થયેલું મિસાઈલ જાપાની દરિયાઈ વિસ્તારમાં ખાબક્યુ હતું. એ મિસાઈલ જાપાનના કાંઠાથી 250 કિલોમીટર દૂર દરિયામાં પડ્યુ હતું. પણ ત્યાં કોઈ ન હોવાથી કોઈ જાનહાની નોંધાઈ નથી.

કોરિયાના આ પગલાની જાપાને ટીકા કરી હતી. જાપાની વડા પ્રધાન શિન્ઝો એબેએ ઉત્તર કોરિયાને ચેતવણી આપી સખણા રહેવા જણાવ્યુ હતું. અમેરિકાએ પણ જાપાનના આ પગલાની ટીકા કરી હતી. અને જો કોરિયા આવા ઊંબાડિયા ચાલુ રાખશે તો આકરા પરિણામો ભોગવવા પડશે એમ કહ્યુ હતુ.

 

Leave A Reply