Thursday, August 22

અંતે બહુચર્ચિત જીએસટી સંશોધન બીલ રાજયસભામાં બહુમતીથી પસાર

imgresનવી દિલ્હી તા.૩ ગઈકાલે બહુચર્ચિત (જીએસટી)ને મુર્તિરૂપ આપવા માટે જરૂરી બંધારણીય સુધારા ખરડો પસાર થવાની ઐતિહાસિક ઘડી આવી હતી.

લાંબા સમયથી રાજયસભામાં સંસદમાં પેન્ડીંગ ૧૨રમાં બંધારણીય સુધારા ખરડાને આજે પસાર કરાવવા માટે રાજયસભામાં ભાજપ, કોંગ્રેસ અને ટીએમસીએ વ્હીપ જારી કરી પોતાના સભ્યોને હાજર રહેવા અનુરોધ કર્યો હતો.
સરકાર તરફે આજે બપોરે જીએસટી બીલ રાજયસભામાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કર્યુ હતું. જીએસટી અંગે લાંબી ચર્ચા – વિચારણા બાદ આ લખાય રહયું છે ત્યારે રાત્રીનાં ૧૦.૦૦ કલાક સુધી તમામ સભ્યોનાં વોટીંગ લેવામાં આવ્યા હતા. જેમાં જરૂરી સુધારા સાથેનાં બીલ ઉપર વોટીંગ બહુમતીથી પસાર થયા બાદ અંતિમ જીએસટી બીલને બહુમતીથી પસાર કર્યો હતો. આ સાથે જ ભારતીય અર્થતંત્ર માટે મહત્વનો દિવસ સાબીત થયો હતો.

Leave A Reply