ભાજપ ની સરકારે આપેલ 10% EBCને ગુજરાત હાઇકોર્ટે ગણાવી ગેરબંધારણી

<a href="http://www.saurashtrabhoomi task management.com/wp-content/uploads/2016/08/url.jpg”>urlભાજપની આનંદીબેન પટેલ સરકારે તાજેતરમાં બિનઅનામત વર્ગના ગરીબોને આપેલી આર્થિક અનામત (EBC) ને ગુજરાત હાઈકોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. હાઇકોર્ટ સમક્ષ થયેલી અલગ અલગ રિટમાં આજે ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા ચુકાદો જાહેર કરાયો. હાઈકોર્ટ દ્ગારા ગુજરાત સરકારને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક નોકરી એડમિશનમાં 10% અનામત રદ કરો. હાઈકોર્ટે કહ્યું કે આ રિઝર્વેશન છે, વર્ગીકરણ નથી. આ HCના કાયદાનો ભંગ છે. EBC માટે કોઈ સર્વે કે અભ્યાસ કરાયો નથી. પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકાર દ્ગારા આર્થિક અનામતની જાહેરાત કરાઈ હતી.

ગુજરાત સરકાર તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં જશે, આર્થિક રીતે પછાત યુવાનોને શિક્ષણ-નોકરી માટે હતો નિર્ણય. EBCને રદ કર્યો તે કમનસીબ વાત. એડમિશન-નોકરીમાં આ સ્ટે લાગુ નહીં પડે. આ અંગે સુપ્રીમમાં અપીલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઈ અપાશે. કૉંગ્રેસ 20 ટકા અનામત કેવી રીતે આપશે: નીતિન પટેલ સરકારે આપેલી આર્થિક અનામત બંધારણના ભંગ સમાન છે. સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ હાઇકોર્ટ દ્વારા અપાયેલા હુકમોનું ઉલ્લંઘન થાય છે. અનામતનું પ્રમાણ 50 ટકાથી વધી જાય છે. સ્થિતિમાં સરકારે અપાયેલી આર્થિક અનામત દૂર કરવા માટે હાઇકોર્ટમાં અલગ અલગ પિટિશન થઇ હતી.

Leave A Reply